પોતાનો બિઝનેસ શરૂ કરીને કરો તગડી કમાણી

667

પોતાનો બિઝનેસ શરૂ કરીને કરો તગડી કમાણી

દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક PNB (Punjab National Bank) દેશની મહિલાઓ માટે સ્પેશિયલ સ્કીમ લઇને આવી છે. જેના દ્વારા તમે તમારા સપનાઓને પૂરા કરી શકો છો. આ સ્કીમમાં બેન્ક તરફથી મહિલાઓની આર્થિક મદદ કરવામાં આવે છે. જેથી તે પોતાનો બિઝનેસ સેટઅપ કરી શકે અને તેના પૈસાની પરેશાની ન થાય. ચાલો તમને જણાવીએ PNBની 4 ખાસ સ્કીમો વિશે….

જણાવી દઇએ કે આ 4 સ્કીમ દ્વારા તમે તમારો બિઝનેસ ઉભો કરી શકો છો. આ સાથે જ આ બિઝનેસને શરૂ કરવા માટે તમાને પૈસાની પણ કોઇ સમસ્યા નહી આવે. PNBએ આ તમામ સ્કીમ મહિલાઓને ધ્યાનમાં રાખીને જ લૉન્ચ કરી છે.

PNB મહિલા ઉદ્યમી નિધિ સ્કીમ

PNB મહિલાઓને ઉદ્યમી બનાવવા માટે PNB Mahila Udyam Nidhi Scheme અંતર્ગત લોનની સુવિધા આપે છે. આ સ્કીમ દ્વારા તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો.

PNB મહિલા ઉદ્યમી નિધિ સ્કીમ

PNB મહિલાઓને ઉદ્યમી બનાવવા માટે PNB Mahila Udyam Nidhi Scheme અંતર્ગત લોનની સુવિધા આપે છે. આ સ્કીમ દ્વારા તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો. બેન્ક મહિલાઓને તેનો નવો બિઝનેસ શરૂ કરવામાં મદદ કરે છે. આ સાથે જ નવી ટેક્નીક, વેપારને વધારવા અને નવા હુનરને લેવામાં મદદ કરવી પણ સામેલ છે.

PNB મહિલા સમૃદ્ધિ યોજના

આ યોજના અંતર્ગત ચાર સ્કીમો ચાલી રહી છે. આ યોજના અંતર્ગત કોઇ પણ વેપાર અથવા તો બિઝનેસ યુનિટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સેટ અપ કરવામાં મદદ મળે છે. તેના માટે તમે બેન્કમાંથી લોન લઇને પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરી શકો છો અને બિઝનેસને સરળતાથી ચલાવી શકો છો.

ઘોડિયાઘર શરૂ કરવાની સ્કીમ

જો કોઇ મહિલા પોતાના ઘરે અથવા બહાર ઘોડિયાઘરનો બિઝનેસ શરૂ કરવા માગે તો બેન્ક તેની મદદ કરશે. આ લોન અંતર્ગત બેન્ક મહિલાને બેસિક સામાન, વાસણ, સ્ટેશનરી, ફ્રીજ, કૂલર તથા પંખા, આરઓ અને ગ્રોથ મોનિટર માટે મદદ કરે છે. જેથી મહિલા પોતાના બિઝનેસને આરામથી શરૂ કરી શકે.

PNB મહિલા સશક્તિકરણ અભિયાન

PNB Mahila Sashaktikaran સ્કીમ દ્વારા તમારે બિઝનેસને આગળ વધારવા માટે ફાઇનાન્શિયલ હેલ્પ કરવામાં આવે છે. બેન્ક તેના માટે સ્વયં સહાયતા સમૂહ અથવા તો અન્ય નૉન પ્રોફિટ સંસ્થાઓ દ્વારા મહિલાઓને બિન-કૃષિ કાર્યો સાથે સંબંધિત વેપારને ઉભો કરવામાં આર્થિક રૂપે મદદ કરે છે.

સોર્સ