ગુજરાત સરકારે બહાર પાડી સોલાર પાવર પોલિસી 2021

395

ગુજરાત સરકારે બહાર પાડી સોલાર પાવર પોલિસી 2021

પાવર પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે નવી પોલિસીથી ‘મેડ ઇન ગુજરાત’ વિશ્વભરમાં છવાશે.

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ‘સોલાર પાવર પોલિસી 2021’ (Gujarat Solar Power Policy 2021)ની જાહેરાત કરી છે. આ પોલિસી આગામી પાંચ વર્ષ સુધી અમલી રહેશે.

મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે આ પોલિસીને કારણે ગુજરાતના નાના અને મોટા ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે. આ પોલિસીને કારણે ઉત્પાદન ખર્ચ (Electricity production cost) ઓછો આવશે. નવી પોલિસીથી પાવર કોસ્ટ (Power cost) લગભગ 4.5 રૂપિયાની આસપાસ આવશે. હાલ ઉદ્યોગોને આઠ રૂપિયા પ્રતિ યુનિટ લેખે વીજળી (Electricity) આપવામાં આવી રહી છે.

આ પોલીસે આવતાની સાથે ‘મેડ ઇન ગુજરાત’ (Made in Gujarat) વિશ્વભરમાં છવાશે.
મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે ગુજરાતમાં રજૂ કરવામાં આવેલી આ પોલિસી ભારતની પ્રથમ સોલાર પોલિસી છે. આ પોલિસીના મુખ્ય ત્રણ ફાયદા થશે. આ પોલિસીથી વીજળી ઉત્પાદન ખર્ચ ઓછો થશે.

દુનિયામાં ગુજરાતની પ્રૉડક્ટ્સને સ્થાન મળશે અને નાના-મોટા ઉદ્યોગો ધમધમતા થવાથી રાજ્યમાં મોટાપાયે રોજગારી ઊભી થશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલિસી વર્ષ 2015માં કાર્યાન્વિત કરી હતી. આ નીતિને મળેલા અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી “ગુજરાત સોલર પાવર પોલિસી 2021” ને અમલમાં મૂકી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નવી પોલિસીનો અભિગમ વધુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, સૌર ઊર્જા-સોલાર એનર્જીના પરિણામે પરંપરાગત ઊર્જા સ્ત્રોત એવા કોલસા આધારિત વીજ ઉત્પાદન ઘટશે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, ગ્રીન ક્લીન એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.

નવી સોલાર પોલિસીની Pdf ડાઉનલોડ કરો..