પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે મોટો ફાયદો

847

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે મોટો ફાયદો 

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જે કમાણી કરી રહ્યો છે તેમાંથી કેટલાક રૂપિયા ભવિષ્યને માટે બચાવી શકે. બજારમાં અનેક પ્રકારના જોખમના કારણે વ્યક્તિ હવે શેરબજારમાં રોકાણ કરવાથી ડરી રહ્યો છે. એવામાં લોકો સરકારી સ્કીમ પર વધારે ભરોસો કરી રહ્યા છે. સરકારની તરફથી પોસ્ટ ઓફિસની પણ અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેનાથી તમે તમારારૂ પિયાને સુરક્ષિત રાખી શકો છો અને તેને વધારી પણ શકો છો. ખાસ વાત તો એ છે કે પોસ્ટ ઓફિસની સ્કીમમાં તમારા રૂપિયા ડૂબી જવાની શક્યતા નથી. તો જાણો શું છે આ સ્કીમ અને કઈ રીતે મળશે તેનો લાભ.

પોસ્ટ ઓફિસની આ રિકરિંગ ડિપોઝિટ સ્કીમને તમે 100 રૂપિયાથી પણ શરૂ કરી શકો છો. જો તમે 1000 રૂપિયા મહિને જમા કરાવો છો તો તેની પર હાલમાં તમને 5.8 ટકાનું રિટર્ન મળી રહ્યું છે. જો તમે 60 મહિના માટે તેમાં રૂપિયા જમા કરો છો તો તમે 60000 રૂપિયા ભરો છો, તેની પર તમને 5.8 ટકા વ્યાજના આધારે 9696.73 રૂપિયાનું વ્યાજ મળશે. મેચ્યોરિટી સમયે તમને 69696.73 રૂપિયા મળશે.

કોણ કોણ કરી શકે છે રોકાણ

  • ભારતનો કોઈ પણ વ્યક્તિ આ એકાઉન્ટ ખોલાવી શકે છે.
  • માઈનરના ગાર્ડિયન પણ તેમના બાળકોના નામે રોકાણ કરી શકે છે.
  • 10 વર્ષથી ઉપરના બાળકોના નામે આ ખાતું ખૂલી શકે છે.
  • 100 રૂપિયા મહિને જમા કરીને પણ ખાતું ખોલાવી શકાય છે.

ઈમરજન્સીમાં મળી શકે છે લોન

પોસ્ટ ઓફિસના રિકરિંગ ડિપોઝિટની ખાસિયત એ છે કે જો તમે 12 હપ્તા જમા કર્યા છે તો તમે તમારી જમા રકમ પર લોન લઈ શકો છો. લોનની રકમ જમા થયેલી કુલ રકમના 50 ટકાની રહેશે. લોન પર 2 ટકા વ્યાજ આપવાનું રહેશે.

પોતાનો બિઝનેસ શરૂ કરીને કરો તગડી કમાણી

જો તમારી પાસે રૂપિયા ન હોય તો ખાતું કરાવી શકાશે બંધ

માની લો કે તમે 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કર્યું છે. હવે તમારી પાસે રૂપિયા નથી તો તમે તેને 3 વર્ષ પૂરા થતાં પણ વચ્ચેથી બંધ કરાવી શકો છો. પ્રી ક્લોઝર કરાવવા માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસ જવાનું રહેશે અને ત્યાં ફોર્મ ભરીને આપવાનું રહે છે કે તમે સમય પહેલાં આ એકાઉન્ટ બંધ કરવા ઈચ્છો છો. તમને તમારા વ્યાજ સહિતના રૂપિયા પરત મળી જશે.

તો હવે તમે પણ યાદ રાખી લો પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમ અને તમારી જરૂરિયાત અને સુવિધા અનુસાર તેમાં નાનું રોકાણ કરીને પણ મોટો ફાયદો મેળવી શકો છો.