100 રૂપિયાનું રોકાણ કરીને મેળવો 54 લાખ

1116

100 રૂપિયાનું રોકાણ કરીને મેળવો 54 લાખ

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના પરિવારના સુવર્ણ ભવિષ્ય માટે બચત કરવા માગે છે. પરંતુ લોકોને તે સમજાતુ નથી કે આખરે તેણે ક્યાં રોકાણ કરવુ જોઇએ, જેથી તેને સારુ રિટર્ન મળી શકે. તો આજે અમે તમને એક એવી જ સ્કીમ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જ્યાં ફક્ત 100 રૂપિયાનું રોકાણ કરીને તમે તમારુ ભવિષ્ય સુરક્ષિત બનાવી શકો છો અને તમને લાખોનો નફો મળશે. તો ચાલો તમને આ યોજના વિશે વિગતે જણાવીએ…

આ સ્કીમના ફાયદા

આ એક PPF સ્કીમ છે જે પબ્લિક પ્રોવિડેંટ ફંડ (Public Provident Fund)ના નામે જાણીતી છે.

આ એક સ્મોલ સેવિંગ્સ સ્કીમ છે જે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેમાં તમે કોઇ ડર વિના સરળતાથી રોકાણ કરીને નફો કમાઇ શકો છો. આ સ્કીમમાં તમે ફક્ત 100 રૂપિયાનું રોકાણ કરી ભવિષ્યમાં 54.47 લાખ રૂપિયા મેળવી શકો છો. આ સ્કીમમાં પૈસા રોકીને તમે વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો. આવકવેરા અધિનિયમની ધારા 80સી અંતર્ગત આ ટેક્સ છૂટ જૂના ટેક્સ સ્લેબની પસંદગી કરીને મેળવી શકાય છે.

આ પણ વાંચો :

પીએમ કિસાન યોજનામાં 2000 રૂપિયા પાછા લેવામાં આવશે?
મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના હેઠળ કાર્ડ કઢાવો
જુઓ આજનું રાશી ભવિષ્ય

કેવી રીતે કરશો સ્કીમમાં રોકાણ

જો 25 વર્ષનો વ્યક્તિ પોતાની સેલરીમાંથી જ દર મહિને 3 હજાર રૂપિયા (દરરોજ 100 રૂપિયા) આ PPF સ્કીમ દ્વારા ખોલાવવામાં આવેલા ખાતામાં જમા કરાવે છે તો તેને PPF ખાતામાં નાંખેલા પૈસા અને તેના પર 7.1 ટકા વ્યાજ દરના હિસાબે આખરે તેને કુલ 54.47 લાખ રૂપિયા પ્રાપ્ત થશે. જ્યાં સુધી તે રિટાયર થશે ત્યાં સુધી આ જમા કરેલા હજારો રૂપિયા લાખોમાં તબદીલ થઇ જશે. તો છે ને આ ફાયદાનો સોદો.

સોર્સ