15 જાન્યુઆરી 2021 થી આ સીમકાર્ડ થઇ રહ્યા છે બંધ

1111

15 જાન્યુઆરી 2021 થી આ સીમકાર્ડ થઇ રહ્યા છે બંધ

નવા વર્ષમાં વડોફોન (VODAFONE) -આઇડિયા (IDEA) (VI) એ અન્ય એક શહેર માટે તેની 3G સિમ સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપની 15 જાન્યુઆરીથી દિલ્હીમાં તેની 3Gસેવાઓ બંધ કરવા જઇ રહી છે. આ સેવાને રોકવા માટે, કંપનીએ તેના વપરાશકર્તાઓને સંદેશા (MESSAGE) અને કોલ (CALL) દ્વારા માહિતી આપવાનું શરૂ કર્યું છે. આ સાથે, તેઓ તેમને 15 જાન્યુઆરી પહેલા 3G સિમ 4G પર પોર્ટ કરવા પણ જણાવી રહ્યાં છે, જેથી તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને તેઓ સરળતાથી વોડાફોન-આઇડિયાની સેવાઓનો આનંદ લઈ શકે.

4G પર 3G સિમ લગાડવાની આ રીત છે.

જો તમે વોડાફોન-આઇડિયા ગ્રાહક છો અને દિલ્હીમાં રહો છો, તો પછી તમે કસ્ટમર કેર પર જઈને તમારી 3G સિમ 4G પર લગાવી શકો છો. ટેલિકોમ કંપનીઓ ભારતમાં ઘણાં વર્ષોથી 4G સેવાઓ આપી રહી છે જેમાં વપરાશકર્તા (USERS)ઓને વધુ સારી ગતિ સાથે વધુ ડેટાનો લાભ મળે છે. રિલાયન્સ જિઓના લોકાર્પણ પછી, 4G સેવામાં ક્રાંતિ આવી છે અને સિમ વપરાશકારોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. જાણવા જેવું છે કે વોડાફોન-આઇડિયાએ ગયા વર્ષે બેંગલુરુ અને મુંબઇ જેવા શહેરોમાં 3G સિમ બંધ કરી દીધી હતી અને હવે તે દિલ્હીમાં બંધ કરવા જઈ રહી છે ત્યારે આ કંપનીના અન્ય રાજ્યો માટે પણ આવનાર સમયમાં આ સુવિધા બંધ થવાની શક્યતા સેવાય રહી છે.

2G વોઇસ કોલિંગ સેવા ચાલુ રહેશે

અહીં નોંધનીય છે કે કંપનીના હાલના 4G ગ્રાહકો પર કોઈ અસર નહીં પડે. આ સિવાય કંપની પોતાના 2G ગ્રાહકોને વોઇસ કોલિંગ (VOICE CALLING) સુવિધાનો લાભ મળવાનું ચાલુ રાખશે, પરંતુ તેઓ જૂના સિમમાં ઇન્ટરનેટનો આનંદ માણી શકશે નહીં. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના જણાવ્યા અનુસાર, દિલ્હી સર્કલમાં (VI)ના 1.62 કરોડથી વધુ ગ્રાહકો છે. હવે આ તમામ 3G યુઝર્સે 15 જાન્યુઆરી સુધીમાં 4G પર પોતાનો સિમ પોર્ટ કરવો પડશે.

JIO એ તેના વપરાશકર્તાઓ માટે ફ્રી કોલિંગ શરૂ કરી

આ વર્ષ (JIO)વપરાશકર્તાઓ માટે એક મોટી ભેટ લાવ્યો છે. નવા વર્ષ નિમિત્તે, કંપનીએ 1 જાન્યુઆરીથી તેના તમામ ગ્રાહકોને બીજા નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા જાહેર કરી છે, જેનો અર્થ એ છે કે વપરાશકર્તાઓ કોઈપણ ચાર્જ ચૂકવ્યા વિના કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગ કરી શકે છે.