તમારા ખાતામાં ૨૦૦૦ રૂ. જમા થયા

638

તમારા ખાતામાં ૨૦૦૦ રૂ. જમા થયા

વડા પ્રધાન કિસાન સન્માન નિધિના સાતમા હપ્તા તરીકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરના રોજ 9,06,22,972 ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ મોકલીને મોટી ભેટ આપી છે. હાલમાં વડા પ્રધાન કિસાન સન્માન નિધિના 11 કરોડ 45 લાખ લાભાર્થી છે. એટલે કે આ રકમ 2 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી નથી. જો તમારા ખાતામાં હપ્તો ન આવી રહ્યો હોય તો પહેલા તેનું કારણ જાણો.

PM કિસાન યોજનાનો લાભ

રજીસ્ટ્રેશન કરાવી લો અને મેળવો રૂપિયા

ઓફિશ્યલ વૅબસાઇટ પર જઇને સુધારો નામ

પેમેન્ટ ફેલ થવાનું કારણ 
મહત્વનું છે કે ટ્રાન્સફર ઓર્ડર જનરેટ થયા બાદ પણ પૈસા ન આવ્યા હોય તેવું બની શકે છે.

તેનુ સૌથી મોટુ કારણ છે કે આવેદનમાં લખેલુ નામ આધારમાં રહેલા નામથી મેચ નથી થઇ રહ્યું અથવા તો તમારા બેંકમાં રહેલા નામ સાથે મેચ નથી થઇ રહ્યું. કોઇએ આધાર નંબર વ્યવસ્થિત નથી નાંખ્યો તો કોઇએ IFSC કોડ સરખો નથી નાંખ્યા, જેના કારણે આ ગડબડ થઇ છે.

આ રીતે સુધારો ભૂલો 
જો તમારા બેંકમાં પૈસા નથી આવ્યા તો તમારો રેકોર્ડ તપાસી લો કે તમે જ માહિતી ભરવામાં ભૂલ તો નથી કરી ને. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમારે ઘરે બેઠા ફોનથી જ આ કામ કરવાનું છે.

આ રીતે સુધારો ભૂલ

  • PM-Kisan Scheme ની ઓફીશીયલ વૅબસાઇટ પર જાઓ. ત્યાં જઇને ફાર્મર કોર્નરની અંદર Edit Aadhaar Details ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં તમારો આધાર નંબર નાંખો અને કેપ્ચા કાર્ડ નાંખીને સબમીટ કરો.
  • જો તમારુ નામ ખોટુ છે તો એપ્લિકેશનમાં જઇને તે સુધારી શકો છો.
  • જો કોઇ બીજી ભૂલ છે તો કૃષિ વિભાગ કાર્યાલયમાં સંપર્ક કરો.

હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર નકલી ખેડૂતો પાસેથી પૈસા વસુલવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્રમાં ઇન્કમ ટેક્સ ચૂકવેલા લાખો ખેડૂતોને આ યોજના હેઠળ વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાનો લાભ તે જ લોકો ઉઠાવી શકે છે જેમની પાસે જમીન છે અને તે ઇન્કમટેક્સ નથી ભરતા.

સોર્સ