સિસ્ટમમાં આધારકાર્ડ એન્ટર કરો અને 10મી મીનિટે મેળવો પાનકાર્ડ

312

સિસ્ટમમાં આધારકાર્ડ એન્ટર કરો અને 10મી મીનિટે મેળવો પાનકાર્ડ

લગભગ તમામ પ્રકારની લેણદેણ માટે પેન કાર્ડ એક અભિન્ન અંગ બની ગયું છે. હવે જો તમે પેન કાર્ડ હજુ સુધી ન બનાવ્યું હોય તો હવે સરળતાથી બનાવી શકો છે. પહેલાં PAN બનાવવા માટે લાંબુ લચક ફોર્મ ભરવું પડતું હતું પરંતુ હવે ગણતરીની મિનિટમાં પેનકાર્ડ બનીને હાથમાં આવી જાય છે.

ઇનકમટેક્સ ડિપાર્ટમેન્ટ હવે એવી સુવિધા આપી રહ્યું છે જેના દ્વારા (AADHAR CARD) દ્વારા 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ પેનકાર્ડ બનાવી આપવામાં આવશે. ઇન્સ્ટન્ટ પેનકાર્ડ એપ્લીકેશન ફોર્મમાં તમારે તમારો આધારકાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ તમારા લિંક કરાવેલા મોબાઇલ ફોન પર E-KYC કરાવવા માટે OTP મોકલવામાં આવશે. ત્યારબદ 10 જ મિનિટમાં PDF ફોર્મેટમાં તમને પેનકાર્ડ મળી જશે.

સૌપ્રથમ ઇનકમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પેનકાર્ડ પ્રાપ્ત કરવા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જઈને PAN through aadhar પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ ‘Get New PAN’ ઓપ્શન પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. OTP વેરિફિકેશન બાદ પાન કાર્ડ ઇશ્યૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો :

આધાર કાર્ડ સાથે કયો મોબાઇલ નંબર છે લિંક જાણો અહી
આધાર કાર્ડમાં સરનામું બદલવું હવે થયું ઘણું સહેલું, માત્ર 5 મિનિટમાં મોબાઈલ દ્વારા જ બદલાવો…
જાણો ! ક્યાં ક્યાં ઉપયોગ થયેલ છે તમારા આધાર કાર્ડનો, ૧ મિનિટમાં કરો આ રીતે તપાસ..

આ ફોર્મેટમાં આવેદનકર્તાને PDF ફોર્મેટમાં એક પેનકાર્ડની કોપી આપવામાં આવશે જેના પર QR કોડ હોય છે. આ ક્યૂઆર કોડમાં એપ્લાય કરનાર વ્યક્તિની ડેમોગ્રાફિક ડિટેલ્સ અને તસવીરો હોય છે. એપ્લાય કરતી વખતે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 15 ડિજિટનો એક અંક મોકલવામાં આવે છે. આ નંબરની મદદથી જ PAN ડાઉનલોડ કરી શકાય છે.