શું તમે જાણો છે LPG સિલિન્ડર જાતે લઇ જવા પર એજન્સી આપે છે આટલા રૂપિયા

1697

શું તમે જાણો છે LPG સિલિન્ડર જાતે લઇ જવા પર એજન્સી આપે છે આટલા રૂપિયા

LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ આજે લગભગ તમામ ઘરોમાં થઇ રહ્યો છે. પરંતુ કનેક્શન લીધા બાદ માલ્ટા ફાયદાઓ અંગે આજે પણ ઘણા લોકો અજાણ છે. જેનો ઘણા લોકો જાને અજાણે તેનો ફાયદો પણ ઉઠાવે છે. આ પ્રકારની ધોખાધડીથી બચવા માટે આજે તેમને કેટલાંક નિયમો જણાવી રહ્યા છીએ. જેને જાણીને તમે ન કેવળ તમે સાવધાન થઇ જશો પણ તેમને આર્થિક લાભ પણ થશે.

પરત માંગી શકો છો ડિલિવરી ચાર્જ

તમારી પાસે જે કોઈ ગેસ એજન્સીનું કનેક્શન હોય, જો તમે ઘરે ડિલિવરી ન લઈને ગોડાઉન પર જઈને ડિલિવરી જાતે લો છો તો તમને એજન્સી પાસેથી 19 રૂપિયા 50 પૈસા પરત લઇ શકો છો. કોઈ પણ એજન્સી આ રકમ આપવાનો ઇન્કાર નથી કરી શકતી.

આ રકમ ડિલિવરી ચાર્જ તરીકે ગેસ સિલિન્ડર બુક કરાવતા સમયે તમારી પાસેથી લેવામાં આવે છે. તમામ કંપનીઓના ગેસ સિલિન્ડર માટે આ રકમ નક્કી હોય છે જોકે મહિના પહેલા જ આ રકમમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા ડિલિવરી ચાર્જ 15 રૂપિયા હતો જે વધારીને 19 રૂપિયા 50 પૈસા કરવામાં આવ્યો છે.

 

અહીં કરી શકો છો ફરિયાદ

કોઈપણ એજન્સી સંચાલક તમને આ રકમ આપવા માટે ના પાડી શકે નહીં. પરંતુ જો કોઈએ ના પાડી તો તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર ફરિયાદ કરી શકો છો. આ મામલે તમને જણાવી દઈએ કે હાલમાં ગ્રાહકોને સબસિડી (LPG Subsidy Cylinder) વાળા 12 સિલિન્ડર આપવામાં આવ્યા છે. આ ક્વોટા પૂર્ણ કર્યા પછી, તમારે બજાર દરે સિલિન્ડર ખરીદવા પડશે.

જો તમારા સિલિન્ડરનું રેગ્યુલેટર (LPG Regulator) લીક થઈ રહ્યું છે, તો તમે તેને મફતમાં એજન્સી સાથે બદલી શકો છો. ઉલ્લેખનીય છે કે આ માટે તમારી પાસે એજન્સી સબ્સ્ક્રિપ્શન વાઉચર હોવું આવશ્યક એટલે કે જરૂરી છે. તમારે લીક રેગ્યુલેટરને સાથે રાખીને એજન્સીમાં લઈ જવું પડશે. સબ્સ્ક્રિપ્શન વાઉચર અને રેગ્યુલેટર નંબર ઉમેરવામાં આવશે. જ્યારે બંને નંબરો મેળ ખાશે ત્યારે રેગ્યુલેટર બદલાશે, તમારે આ માટે કોઈપણ ફી ચૂકવવાની જરૂર નથી. આ કાર્ય તમામ રીતે નિશૂલ્ક થશે.

સોર્સ