જો તમારી પાસે ATM કાર્ડ હોય તો આ અવશ્ય જુઓ

664

જો તમારી પાસે ATM કાર્ડ હોય તો આ અવશ્ય જુઓ

આજકાલ લોકો છેતરામણીનો શિકાર બનતા હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. આજના સમયમાં ટેકનોલજીના ઉપયોગથી લોકો તમારા ખાતામાં રહેલા પૈસા પણ પડાવી લેતા હોય છે. ત્યારે અમે તમને આજે એક પોલીસકર્મી દ્વારા બનાવવામાં આવેલો એક વીડિયો બતાવીશું જેની અંદર જોઈ શકાય છે કે તમે કેવી રીતે તમારું એટીએમ સુરક્ષતિ રાખી શકો છો.

આ વીડિયોને દયાનદં કામ્બલેએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે, જેની અંદર એક પોલીસ કર્મી જણાવી રહ્યો છે કે કેવી રીતે ફ્રોડ કરનારા લોકો એટીએમની અંદર કેટલીક વસ્તુઓ લગાવી અને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે.

આ વીડિયોમાં પોલીસકર્મી મરાઠી ભાષાની અંદર જ બધી માહિતી આપી રહ્યો છે.

આ પણ વાંચો :

હવે આધારકાર્ડમાં સુધારા માટે નહી જવું પડે જનસેવા કેન્દ્ર
2021 નુ ગુજરાતી કેલેન્ડર
100 રૂપિયાનું રોકાણ કરીને મેળવો 54 લાખ

વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એટીએમ કાર્ડ નાખવાની જગ્યા ઉપર એક બીજું ડિવાઈઝ લગાવેલું છે, તો પાસવર્ડ નાખવાની જગ્યા ઉપર પણ એક કેમેરા અને એક ડિવાઈઝ જોવા મળે છે, જેના દ્વારા છેતરપિંડી કરનારા સરળતાથી તમારા એકાઉન્ટની માહિતી મેળવી શકે છે.

સોર્સ