હવે આધારકાર્ડમાં સુધારા માટે નહી જવું પડે જનસેવા કેન્દ્ર

653

હવે આધારકાર્ડમાં સુધારા માટે નહી જવું પડે જનસેવા કેન્દ્ર 

ભારત દેશમાં આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ છે. જેના વગર આપણુ કોઇ જ કામ શક્ય નથી. કોઇ પણ સરકારી કામ આધારકાર્ડ વગર અટકી જ જશે,. સરકારી યોજનાઓની સબ્સિડીની મદદ મળે છે તે પણ આધારકાર્ડ વગર નહી મળે. ઘણીવાર આધારકાર્ડમાં ભૂલ હોવાથી આપણા કામ અટકી જાય છે અને યોગ્ય રીતે થઇ શકતા નથી. તમારા આધાર કાર્ડમાં રહેલી ભૂલો ઘરે બેઠા જ તમે સુધારી શકશો.

આધારકાર્ડ કરો ઘરે જ અપડેટ

જનસેવા કેન્દ્રમાં જવાની જરૂર નહી પડે

આધારકાર્ડમાં બદલાવ આંગળીના ટેરવે

 

આધારની સેલ્ફ અપડેટ સર્વિસ 

આધારની આ સેલ્ફ અપડેટ સર્વિસ હેઠળ એપ્લિકેન્ટ નામ સિવાય એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર વગેરેને આસાનીથી ચેન્જ કરી શકાશેે

માત્ર એક શરત છે કે આધાર સાથે મોબાઇલ નંબર રજીસ્ટર હોવું જોઇએ. સમગ્ર પ્રોસેસ ખુબ જ ઇઝી છે.

આ પણ વાંચો :

શુ તમે જાણો છો તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી
આધારકાર્ડમાં આ સેવાઓ મળે છે મફત
જુઓ આજનું રાશી ભવિષ્ય

આવી રીતે કરી શકો અપડેટ

  • આધારકાર્ડમાં અપડેશન માટે સૌથી પહેલા તેની ઑફિશીયલ વૅબસાઇટ uidai.gov.in પર જવું પડશે.
  • અહીં તમારે માય આધારના નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • જે બાદ Update Your Aadhaar માં જઇને Update your Demographics Data Online કૉલમ પર ક્લિક કરવું પડશે.
  • જેવા તમે ત્યાં ક્લિક કરશો કે તરત જ UIDAIની સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલની વેબસાઇટ ssup.uidai.gov.in પર રિડાયરેક્ટ થઇ જશો.
  • આટલુ કર્યા બાદ તમારે 12 ડિજીટનો આધાર કાર્ડ નંબર નાંખીને લોગ-ઇન કરવું પડશે.
  • હવે અહી આપવામાં આવેલા કેપ્ચાને ભરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
  • જે બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે.
  • OTP નાંખ્યા બાદ હવે નવું પેજ સામે આવશે. જ્યાં તમારે એડ્રેસ, ડેટ ઓફ બર્થ, નામ અને જેન્ડર સહિત કેટલીક ડિટેઇલ્સ એડ કરવાની રહેશે.
  • આટલુ કર્યા બાદ તે સેક્શન સિલેક્ટ કરવું પડશે જેમાં તમારે અપડેટ કરવું છે. બાદમાં આઇડી પ્રુફ આપવાનું રહેશે.
  • સમગ્ર માહિતી આપ્યા બાદ તમારા નંબર પર ઓટીપી આવશે અને તે નાંખીને સેટિંગ ચેન્જ કરવાનું રહેશે.

સોર્સ