ડીસેમ્બર મહિનામાં હિમાચલ પ્રદેશમાં વધુને વધુ સ્થળોએ તાજી બરફ વર્ષા થાય છે, આ સ્થળો એ અચૂક મુલાકાત લો….

536

હિમાચલ પ્રદેશમાં વધુને વધુ સ્થળોએ તાજી બરફવર્ષા થઈ રહી છે,આમાંથી કેટલાક પર્યટક સ્થળો અને નાના શહેરો જાણે સીધા સમ્પર્ક ન હોય તેવું લાગે છે. જો તમે તમારા પ્રથમ બરફવર્ષા,તમારા પ્રથમ બરફથી ઢંકાયેલા ટાઉનશીપના સાક્ષી માટે વેકેશનની યોજના કરી રહ્યા હો,તો તમારે બીજે ક્યાય મુસાફરી કરવાની જરૂર નથી.

  1. કુફરી (ટેમ્પ: -1.2 ડિગ્રી)

કુફરી સિમલા જિલ્લામાં એક નાનું હિલ સ્ટેશન છે. તમે સ્કીઇંગ, ટ્રેકિંગ,ઘોડેસવારી માટે જઈ શકો છો અને, જેઓ થોડી વધારે હિંમતવાન છે,તેઓ યાક રાઇડ્સ પણ પસંદ કરી શકે છે.

2. ડેલહાઉસી  (ટેમ્પ: 3.8 ડિગ્રી)

ડેલહાઉસી ધૌલાધર પર્વત ક્ષેત્રની નજીક સ્થિત છે. તે ઘણા વસાહતી-યુગ સ્થાપત્ય ઇમારતોનું ઘર છે જેનું ઇતિહાસમાં ખૂબ મહત્વ છે.

3. મનાલી (ટેમ્પ: 4.6 ડિગ્રી)મનાલી ઉનાળો અને શિયાળો દરમિયાન એક લોકપ્રિય પર્યટક સ્થળ બન્યું છે અને દિલ્હીથી  સીધો રસ્તો છે. કેટલીક સાહસિક રમતો માટે જવું જોઈએ અથવા ફક્ત આરામ કરવા બરફ જોવા ચાના ગરમ કપથી બરફનો આનંદ લો…

4. સિમલા (ટેમ્પ: 7.3 ડિગ્રી)આં ભૂમિમાં સુંદર ચર્ચ અને કેટલાક તાજા પડતા બરફ સાથે મોલના રસ્તા પર ચાલવું ટહેલવું લાવો છે, અને તેમાય તે ડિસેમ્બરની રજા માટે તો બીજું સ્થળ આનાથી ન હોઈ શકે સારું અને તેમાં વધુ શું કહી શકાય.

5. કલ્પા (ટેમ્પ: -6 ડિગ્રી) કલ્પા હિમાચલનું એક નાનકડું શહેર છે જે કિન્નૌર જિલ્લામાં આવેલું છે. તે તેના સફરજનના બગીચા,મઠ અને મંદિરો માટે પ્રખ્યાત છે.

6. કેલોંગ (ટેમ્પ: -14.9 ડિગ્રી) કેલોંગ એ લાહુઅલ અને સ્પીતી જિલ્લાનું વહીવટી કેન્દ્ર છે. અહીં તમે પિન વેલી નેશનલ પાર્ક, સૂરજ તાલ અથવા બરાચા લા પાસની મુલાકાત લઈ શકો છો.