ભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી

1629

ભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ હસ્તગીરી 

ભાવનગરનુ ખુબ સુંદર અને ફરવાલાયક સ્થળ એટલે હસ્તગીરી જોવો ફોટોસ અને ઇતિહાસ

ભાવનગર ના અનેક ફરવા લાયક સ્થળો છે. અને એમા પણ ચોમાસા બાદ એક ખાસ પિકનિક પોઈટ એટલે હસ્તગીરી ભાવનગર ના પાલીતાણા મા આવેલું હસ્ત ગીરી ભાવનગર નુ ખુબ સુંદર સ્થળ છે.

જયા અનેક નાના મોટા તળાવો અને હસ્ત ગીરી નો મોટો ડુંગર છે અને ત્યા જૈન તીર્થ સ્થાનો આવેલા જે જેનું અનેરું મહત્વ છે.

ઉચાઈ પર બનેલુ આ મંદિર ખુબ સુંદર છે અને હસ્ત ગીરી ની બાજુમા આવેલ એક અન્ય ડુંગર પણ છે જેનુ નામ કદમગીરી છે.

હસ્તગીરી પાલીતાણા ભાવનગર
શ્રી હસ્તગીરી તિર્થ

શ્રો શેત્રુંજય મહાતીર્થની સમીપેજ આવેલું આ તિર્થ ૧૨ ગાઉ ની પ્રદક્ષિણા યાત્રા માં આવે છે.

શ્રી આદિનાથ દાદાના જયેષ્ઠ પુત્ર શ્રી ભરત ચક્રવર્તી, કહેવાય છે કે આજ તિર્થ ઉપરથી મોક્ષે સિધાવ્યા હતા.

એમના સુપુત્ર શ્રી હસ્તીસેન મુનિ પણ અહીથી જ મોક્ષ પામ્યા હતા.

શ્રી ભરત ચક્રવર્તીનો હાથી પણ અહીજ ઉભા ઉભા અનશન કરી સ્વર્ગે સિધાવ્યો હતો.

એટલા માટેજ આ તિર્થ નું નામ હસ્તગીરી તિર્થ છે.