ઝોમેટો (Zomato) – બે વાર નાપાસ થયેલ અને કેન્ટિનમાં ભૂખ્યા મગજે બેઠેલ, દીપિંદર ગોયલનો એક મજેદાર ટુચકો.

1324

એક યુવાન સ્ટુડન્ટ પોતાના કોલેજ કાળ દરમિયાન લંચબ્રેકમાં ઓર્ડર આપીને ફૂડની રાહ જોતો કલાક બેસી રહે છે અને એમના મગજમાં વિચાર જન્મ લેય છે કે – કેટલાયને મારી જેમ જ્યાં અને જે જોઈતું હોય એ ભોજન મળતું નહિ હશે અને કલાકો આ રીતે રાહ જોવી પડતી હશે? અહીંથી શરૂઆત થઈ છે એક ઉત્તમ મિશાલની.

આજનો યુગ જ્યારે ટેક્નોલોજીના છેત્રમાં રાજધાની એક્સપ્રેસ ની જેમ ધામધૂમથી આગળ વધે છે ત્યારે એક નવેરો આવકાર લઈને માર્કેટમાં છપ્પનભોગની થાળીનું મેનુકાર્ડ એક ક્લિક પર મળી રહે તેવી સગવડ આપતું એક નજરાણું મળ્યું એ (zomato).

ઝોમેટો(zomato) ની શરૂઆત આઇઆઇટી ( IIT ) દિલ્હીના બે મિત્રો દીપિંદર ગોયલ અને પંકજ ચડ્ડડાએ કરી છે.૨૦૦૮માં શરૂ થયેલું આ માધ્યમને ફૂડીબાય.કોમ(foodiebay. com) નામ સાથે આસપાસની ૧૨૦૦ રેસ્ટોરન્ટને મેનુમાં શામેલ કરી એક દિપ પ્રાગટય કર્યું હતું.લોકોએ આ આઇડિયાને ભારે પ્રતિસાદ આપીને આવકાર્યો અને ૨૦૧૦માં ફૂડીબાય. કોમ(foodiebay.com) નામ બદલીને ઝોમેટો. કોમ (zomato.com) કરવામાં આવ્યું. આમ આપણને ખોરાકનો એક નવો પર્યાય મળ્યો ઝોમેટો (zomato).

શરૂઆતમાં, કંપનીની વેબસાઇટ મેનેજ કરવાનું કામ જાતેજ કરતા હતા પરંતુ જેમ લોકોની ભીડ અને માંગો વધતી ગઈ એમ નવા આવિષ્કાર ની જરૂર પડી.આ જરૂરિયાતને પહોંચી વળવા, નોકરી. કોમ સાથેની કેટલીય કંપનીઓએ મિલિયનનું રોકાણ કર્યું.આ દરમિયાન ઝોમેટોએ આઇઓએસ, એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને બ્લેકબેરી જેવી વિવિધ ટેકનોલોજીના પ્લેટફોર્મ પર પોતાની એપ્લિકેશન શરૂ કરીને એક ડગલું આગળ ભર્યું. વર્ષો વીતતાં ગયાં ને  દેશ અને વિદેશમાં ઝોમેટો(zomato)ની માંગ બુલંદ થતી ગઈ અને આજે ૨૪ દેશોમાં પોતાના નામનો ઝંડો લેહરવામાં સફળ રહિયા છે.

ઝોમેટો(zomato) નું મુખ્ય મથક ભારતમાં ગૌંરેગાવ,હરિયાણામાં છે.કપની પાસે $૫૮૮.૮ મિલિયન ભંડોળ છે અને આવક $૫૨.૪ મિલિયનની છે.ઝોમેટો(zomato)માં અંદાજે ૩૦૦૦થી વધારે કર્મચારીઓ કામ કરે છે.આઠથી દશ વર્ષના ટુંકા સમયગાળામાં કંપની દેશ – વિદેશમાં ઘર ઘર સુધી પોતાની સેવા આપવામાં સાર્થક રહી છે.

આમ દીપિંદર ગોયલે એક સમયે પડેલી અગવડથી હતાશ થવાના બદલે એમને એક સગવડમાં કેમ ફેરવી શકાય જેવા હકારાત્મક વલણ દાખવીને, લોકોને ભોજન માટે પડતી મુશ્કેલીનો વિચાર કર્યો અને લોકો માટે એક નવી ભેટ લઈને આવ્યા.આમ એક વિચારને નવી દિશા આપી અને ધગશથી મેહનત કરીએ તો nothing is impossible ( કશું જ અશક્ય નથી)ની સાબિતી આપી છે. આપણી પ્રાચીન કાળથી કેહવામાં આવ્યું છે ‘ ભૂખ્યાં ને ભોજન આપવું એક શ્રેષ્ઠ દાન છે ‘ પરંતુ ઝોમેટો(zomato) એ એમને વરદાન માનીને ‘ જરૂરી સમયે અને સ્થળે ભોજન પહોંચાડી પુણ્ય કમાવવાનું કામ કર્યું છે..

Story by – Mahika Patel