ભારતને વર્લ્ડકપ જીતાડનાર આ હીરો આજે ચરાવે છે, ગાયો અને ભેસો! આ પરિસ્થિતિ જોઈ તમે ભાવુક થઈ જશો…

589

આપણે જાણીએ છીએ કે ભારત આખું ક્રિકેટમાં દિવાનો છે ત્યારે હાલમાં એક એવી સ્ટોરી સામે આવી છે કે તમને તે વાંચીને ભાવુક થઈ જશો..

હા આ કિસ્સો છે બાલાજી ડામોર નો કે જે અત્યારે ૪૦ વર્ષની આજુબાજુના છે અને તે વર્લ્ડ કપ વિજેતા રહી ચૂક્યા છે અને જે તે વખતે તેનો વર્લ્ડ કપમાં રોલ પણ ખુબ સરસ હતો પણ આજે તેની પરિસ્થિતિ બહુ જ ખરાબ જોવા મળી રહી છે…

હાલમાં તે ગુજરાતનાં અરાવલ્લી જિલ્લાના પીપરાણા ગામમાં ભાલાજી ડામોર પોતાના ભાઈ સાથે એમના એક એકરનાં ખેતરમાં કામ કરતાં નજરે ચડે છે..

જેમાં 1998 ના વર્લ્ડ કપમાં, ભાલાજી ડામોર નામનો સ્ટાર ખેલાડી ઉભરી આવ્યો.તેમને ‘મેન ઓફ ધ સિરીઝ’નો ખિતાબ પણ અપાવ્યો હતો. આ તો થઇ ભાલાજી ડામોરના વર્લ્ડ કપના દેખાવની વાત. તેમનો ઓવરઓલ દેખાવ પણ ખૂબ શાનદાર રહ્યો છે. કુલ 125 મેચ રમેલા ભાલાજી ડામોરે 3125 રન બનાવ્યા છે તેમજ 150 વિકેટો પણ લીધી છે. આ શ્રેણીમાં તેઓ ભારત માટે સહુથી વધુ વિકેટ લેનાર ખેલાડી છે. ભારત તરફથી ભાલાજી ડામોરે કુલ 8 આંતરરાષ્ટ્રીય મેચો પણ રમી છે. અંધ હોવા છતાં ભાલાજી એકસમયે સ્ટમ્પસને ડાઈરેક્ટ હીટ કરવામાં નિષ્ણાત હતાં.

1998માં રમાયેલા બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં ભાલાજી ડામોર ભારતીય ટીમનો હીરો રહી ચૂક્યા છે..

વર્લ્ડ કપમાં તેમના આ જ ઓલરાઉન્ડ દેખાવે તેમને ‘મેન ઓફ ધ સિરીઝ’નો ખિતાબ પણ અપાવ્યો હતો. આ તો થઇ ભાલાજી ડામોરના વર્લ્ડ કપના દેખાવની વાત. તેમનો ઓવરઓલ દેખાવ પણ ખૂબ શાનદાર રહ્યો છે.

પરંતુ હવે તેને આવી જિંદગી જીવવાની ફરજ પાડવામાં આવે છે, જેના વિશે તમે જાણવાની ખાતરી નહીં કરો. તમને જાણીને આશ્ચર્ય થશે કે હાલમાં ભાલાજીને પશુ ચરાવવા મજબુર છે.

.

એક સમયે પોતાની ટીમમાં સચિન તેંદુલકર તરીકે ઓળખાતા ભાલાજી ડામોરને ઘણીવાર બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન કોચિંગ માટે બોલાવે છે, પરંતુ તેમાંથી તેમને નહીવત આવક મળે છે.

ભાલાજીની કુલ માસિક આવક માત્ર ત્રણ હજાર જેટલી જ છે. બ્લાઇન્ડ પિપલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ભૂષણ પુનાની પણ કહે છે કે આ શ્રેણીના ખેલાડીઓને કોઈ જ ઓળખાણ નથી મળતી અને ન તો તેમના પ્રદાનને કોઈ મોટો પુરસ્કાર.

બીસીસીઆઈ તો આ ક્ષેત્રમાં ધ્યાન આપે તેવું નજીકનાં ભવિષ્યમાં નથી લાગતું, પરંતુ કોઈ વર્તમાન કે પૂર્વ ક્રિકેટરોના કાન સુધી ભાલાજી ડામોર અને તેમના જેવા અન્ય નેત્રહીન ક્રિકેટરોની દુર્દશાની વાત પહોંચાડે તો કદાચ તેમનું ભલું જરૂર થઇ શકે..

જો સરકારના નેત્રહીનો માટેનાં આરક્ષિત ક્વોટામાંથી પણ એક નોકરી આપવી દે તો આ માણસની જિંદગી નીકળી જાય પણ ના હાલમાં જ તેના બસ બધા લોકોએ તેના વખાણ જરૂર કર્યા પણ કોઈએ મદદ ના કરી..