લોકોનો સમય છીનવી લેતું વોટ્સઅપ, મોટા ભાગના લોકો કામ સિવાય પણ વોટ્સઅપમાં ખોટો સમય બગાડે છે,

1149

જી હા, મિત્રો તમે સાચું સાંભળ્યું કે, આજના સમયમાં આપને સોશિયલ મીડિયા અને વોટ્સઅપ વગર એક દિવસ પણ રહી નથી શકતા. આજનું મોટા ભાગનું કામ પણ વોટ્સઅપ પર થવા લાગ્યું છે. અને એક વાત પણ છે કે જો તમે કોઈને આજે એમ કહો કે, તમે વોટ્સઅપ નથી વાપરતા તો લોકો તમને કહેવા લાગશે કે, ભાઈ તારી તબિયત તો ઠીક છે ને.

Image Source આમ, જોવા જઈએ તો વોટ્સઅપએ લોકોનો ટાઈમ છીનવી લીધો છે એમ કહીએ તો પણ ચાલે, પણ જરૂર પુરતું વાપરો તો આના સારા ઉપયોગો પણ છે, પણ  મોટા ભાગના લોકો કામ સિવાય પણ વોટ્સઅપ ખોટો ટાઈમ પાસ કરતા જોવા મળે છે.અને અમુક લોકો એટલા બધા વ્યસ્ત હોય છે કે, એમને વોટ્સઅપ ચેક કરવાનો પણ ટાઈમ રહેતો નથી, આજે અમેં તમારા માટે એક ખુબ કામની અને મહત્વની ટ્રીક લઈને આવ્યા છીએ.

Image Source

એ તરીકથી તમે લોકો કોઈ પણ લોકો કે સગા સબંધીઓ અને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ના મેસેજ વાંચી શકશો, અને તે માણસને ખબર પણ નહિ પડે. અને તમે તે લોકોને કહી પણ શકશો કે “યાર સોર્રી હું તો કામમાં વ્યસ્ત હતો/હતી અને તારો મેસેજ વાંચવાનું જ ભૂલી ગયો/ગઈ….

Image Source આ ટ્રીક દ્વારા તમે સાબિત કરી શકશો કે તમે ખુબ વ્યસ્ત હતા અને તમે રિપ્લે કરી નથી શક્યા. આ ટ્રીક દ્વારા તમે નીચે મુજબના ફાયદા મેળવી શકશો કે કામ માંથી છૂટી શકશો… ૧. જો તમને કોઈ એવો મેસેજ કરે કે, ભાઈ આ વસ્તુ માર્કેટમાંથી લેતો આવજે હું આવીને પૈસા આપી દઈશ, અને તમને ખબર હોય કે તે પૈસા ક્યારેય તમને નથી મળવાન (પણ જો તમે તેનો મેસેજ વાંચ્યો હશે તો તમારે તે વસ્તુ લઈને જવી જ પડશે, પણ આ વોટ્સઅપ ટ્રીક દ્વારા તમે તેનો આ મેસેજ વાંચી પણ શકશો પણ તેને ખબર પણ નહિ પડે અને તમારે તે વસ્તુમાં તમારા ખોટા પૈસા પણ બગાડવા નહિ પડે.

Image Source  ૨. તમને કોઈ મિત્રો બહાર એક્ઝામ સમયે પાર્ટી કરવા બોલાવે, પણ તમારે અભ્યાસ કરવો હોય, અને જો તમે બહાર ન જાવ તો મિત્રોને ખોટું લાગે અને પાર્ટીમાં જાવ તો અભ્યાસ બાકી રહી જાય. માટે આ પરિક્ષા સમયે તમે આ વોટ્સઅપ ટ્રીકનો યુઝ કરી શકો. જેનાથી તમે મિત્રોનો આ પાર્ટી વાળો મેસેજ વાંચી તો શકશો પણ તમે તેને કહી શકશો કે, મેં તારો મેસેજ વાંચ્યો જ નથી.

Image Source  ૩. હા, આ વોટ્સઅપ ટ્રીકનો અમુક લોકો મિસ યુઝ પણ કરી શકે છે, પણ આ વસ્તુ કરવાથી તેને કોઈ રોકી પણ શકે નહિ. કેમ કે, અમુક લોકો તમને અવગણવા માટે પણ વારંવાર કહી શકે કે, સોરી યાર તારો મેસેજ મેં વાંચ્યો નહિ. તો આવા લોકોને તમે ઓળખી લઈને તમે તેનાથી દુર રહો એ તમારા માટે બેસ્ટ હશે. અમુક લોકો એકથી વધુ લોકો સાથે રિલેશનમાં હોય ત્યારે તે આ ટ્રીકનો યુઝ કરતા હોય છે . કોઈ પણ બોય કે ગર્લ જયારે તમારી અને બીજા લોકોની સાથે પણ રિલેશનમાં હોય ત્યારે તમને ટાળવા માટે પણ તે વોટ્સઅપની આ ટ્રીક દ્વારા ખોટું બોલી શકે છે. તો તમે વોટ્સઅપના આધારે સબંધ રાખતા હોય તો હવે ચેતી જજો.