સુરત મારૂતિ વીર જવાન ટ્રસ્ટની યુવા ટીમ દ્વારા ૪૦ હજાર જેટલા ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું..

224

સુરત મારૂતિ વીર જવાન ટ્રસ્ટની યુવા ટીમએ માનવતાની મહેક પ્રસરાવી..

સુરત મારૂતિ વીર જવાન ટ્રસ્ટની યુવા ટીમ દ્વારા ૪૦ હજાર જેટલા ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું..

સુરત મારૂતિ વીર જવાન ટ્રસ્ટની યુવા ટીમ દ્વારા સુરત શહેરમાં પોલીસ સ્ટાફ સાથે રસ્તા ઉપર કાયદો વ્યવસ્થાની કામગીરી સંભાળવાની હોય કે

ભૂખ્યાને ભોજન, જરૂરતમંદ લોકોને રાશન પુરૂ પાડવું સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

જેમાં કોરોના કહેર, લોકડાઉન સંદર્ભે આ ટ્રસ્ટ દ્વારા સુરતના અમરોલી, કતારગામ, ઉતરાણ, મોટા વરાછા,પર્વત પાટીયા,

યોગી ચોક, વરાછા, કામરેજમાં ૪૦ હજાર જેટલા ભૂખ્યા લોકોને ભોજન કરાવેલ.

સાથોસાથ રામનવમી નિમિત્તે ૧૧000 ફૂડ પેકેટ બનાવી વહેંચવામાં આવ્યાં હતાં.

જયારે ૪ લોકોને પાંચ દિવસ ચાલે તેટલી રાશનની ૪૫00 જેટલી કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.