106 વર્ષની ઉંમરના દાદા અને તેના પરિવારના સભ્યોએ કોરોનાને હરાવ્યો….

795

મોટા વરાછામાં રહેતા ગોયાણી પરિવારના સાત સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ પરિવારમાં 106 વર્ષની ઉંમરના સૌથી મોટા વડિલથી લઈને સાડા ત્રણ વર્ષના બાળકનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ઘરની 106 વર્ષની વયના દાદાની પૌત્રવધુ જે પ્રેગ્નેન્ટ હતી તેને પણ કોરોના થયો હતો.

ગુજરાતમાં હાલમાં સુરતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે તંત્ર પણ વધારે સક્રિય થઈ ગયું છે અને કોરોનાને કાબૂમાં રાખવા માટે આકરા પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં મોટા વરાછા વિસ્તારના ગોયાણી પરિવારના સાત સભ્યોએ કોરોનાને પરાજય આપ્યો છે.

આ પરિવારના સાત સભ્યોને કોરોના થયો હતો પરંતુ આખા પરિવારે કોરોનાને હરાવ્યો છે જેમાં 106 વર્ષના દાદાથી લઈને સાડા ત્રણ વર્ષના પ્રપૌત્રનો સમાવેશ થાય છે.

ઘરમાં જ આઈસોલેશનમાં રહ્યા અને આ રીતે જીત્યો જંગ. પરિવારના તમામ સભ્યોને કોરોના થયો હતો અને તે તમામ લોકો ઘરમાં જ આઈસોલેશનમાં રહ્યા હતા. આ ઉપરાંત તેમણે આયુર્વેદની મદદથી કોવિડ-19ને પરાજય આપ્યો હતો. પરિવારનું કહેવું છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી, તેની યોગ્ય સારવાર લેવાથી અને મન મજબૂત રાખવાથી આ રોગ સામે જીતી શકાય છે.

સૌથી પહેલા પૌત્રને લાગ્યો હતો કોરોનાનો ચેપ. પરિવારના મોભી 106 વર્ષના ગોવિંદભાઈ ગોયાણીના ઘરમાં સૌથી પહેલો ચેપ તેમના પૌત્રને લાગ્યો હતો. તેમના પૌત્રને બે દિવસ તાવ આવ્યો હતો અને બાદમાં તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તકેદારીના ભાગ રૂપે પરિવારના અન્ય સભ્યોનો પણ કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો’

અને નવ સભ્યોનો રિપોર્ટ કરવતા એક જ પરિવારની ચાર પેઢીને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં ગોવિંદભાઈ, તેમના પુત્ર લાધાભાઈ અને પત્ની શિવકુંવરબેન, પૌત્ર કેડી અને અશ્વિન-પત્ની કિંજલ તથા પ્રપૌત્ર સનતનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

પ્રેગ્નેન્ટ પુત્રવધુને કોરોના, 97 વર્ષીય કાશીબાનો રિપોર્ટ નેગેટિવ. સમગ્ર પરિવારનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો પંરતુ તે તમામના લક્ષણો હળવા હતા. તમામ લોકોએ હોમ આઈસોલેશનમાં રહેવાનું નક્કી કર્યું હતું. નવ પરિવારના સભ્યોમાંથી ગોવિંદભાઈના પત્ની કાશીબા તથા પૌત્ર કાજલબેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કાશીબાની ઉંમર 97 વર્ષની છે.

આ ઉપરાંત દિકરી ધ્વીજાનો રિપોર્ટ પણ નેગેટિવ હતો. જેના કારણે ત્રણેય સભ્યો સંબંધીઓના ત્યાં જતા રહ્યા હતા. અશ્વિનભાઈના પત્ની કિંજલબેન પ્રેગ્નેન્ટ હતા અને તેમનો ટેસ્ટ પોઝિટિવ આવતા બધાની ચિંતા વધી ગઈ હતી. આયુર્વેદ અને મક્કમ મનોબળથી કોરોનાને હરાવ્યો…

એક જ પરિવારમાં સાત લોકોને કોરોના થયો હોવા છતાં આ પરિવાર હિંમત હાર્યો ન હતો. તેમણે મક્કમતાથી અને મજબૂત મનોબળ સાથે કોરોનાનો સામનો કરવાનું નક્કી કર્યું હતું. લાધાભાઈ ગોયાણીએ કહ્યું હતું કે કોરોનાથી ડરવાની કે ગભરાવવાની કોઈ જરૂર નથી. મજબૂત અને હકારાત્મક વિચારોથી કોરોનાને હરાવી શકાય છે.

હોમ આઈસોલેશનમાં હતા ત્યારે તેમની સોસાયટીના સભ્યો, મિત્રો તથા સગાસંબંધીઓએ જીવન જરૂરી ચીજવસ્તુઓ ઘર સુધી પહોંચાડી હતી. તેમણે ડોક્ટર પાસે ફોન પર આયુર્વેદિક દવાઓનું માર્ગદર્શન લીધું હતું. આયુર્વેદિક ફાકી અને ઉકાળા દ્વારા તેમને કોરોનાને માત આપી છે.