આખરે તીરા કામતને અપાયું 16 કરોડનું અમેરિકાથી ભારતની સરકારની સહાયથી મંગાવેલ ઇંજેક્શન…

494

મહિનાની તીરા કામતને આખરે વિશ્વની સૌથી મોંઘી દવા એવું અમેરિકાથી મંગાવવામાં આવેલું 16 કરોડનું લાઇફ સેવિંગ ઇન્જેક્શન મળી ગયું છે. 26 ફેબ્રુઆરીના રોજ મુંબઈની પી. ડી. હિન્દુજા હોસ્પિટલમાં આ ઇંજેક્શન આપી દેવાયું અને તેની રિકવરી શરૂ થઈ ગઈ છે. નાનકડી તીરા spinal muscular atrophy નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહી છે.

આ જન્મજાત બીમારીમાં બાળક તેના સ્નાયુઓનો ઉપયોગ કરી શકતું નથી અને સારવારના અભાવે તે બે વર્ષની અંદર મૃત્યુ પામી શકે છે. તેની સારવાર રૂપે જીન રિપ્લેસમેન્ટ થેરપીનું ઇન્જેક્શન આપવું પડે છે જે નોવાર્ટિસ નામની ફાર્માસ્યુટિકલ કંપની બનાવે છે.

Zolgensma નામના આ ઇન્જેક્શનની તોતિંગ કિંમત 16 કરોડ રૂપિયા થવા જાય છે અને તેને અમેરિકાથી મંગાવવું પડે છે.

તીરાના માતા-પિતાએ ક્રાઉડફંડિંગની મદદથી આ જંગી રકમ એકઠી કરી હતી. આ ઇંજેક્શન મંગાવવા પર લાગતો સાડા છ કરોડ રૂપિયાનો ટેક્સ પણ નરેન્દ્ર મોદી સરકારે માફ કરી દીધો હતો. ગેટ વેલ સૂન, તીરા.