નાનકડા ગામમાં ચારણના ઘરે જન્મ લેનાર શીતલબેન ગઢવી સંસારમાં રહી જોગમાયા જેવું જીવન જીવી રહ્યા છે. !

1740

અહીં જે ફોટો મુક્યો છે તે શીતલબેન ગઢવી છે. પોસ્ટ સંપૂર્ણ વાંચશો એટલે ખ્યાલ આવી જશે.

કલોલ-અમદાવાદ પાસેના નાનકડા ગામમાં ચારણના ઘરે જન્મ લેનાર શીતલબેન ગઢવી સંસારમાં રહી જોગમાયા જેવું જીવન જીવી રહ્યા છે.

ભારતમાં અંગ્રેજી વિષય પર બી.એ.બી.એડ. કરી ઉચ્ચ અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા જાય છે ત્યાં માસ્ટર ડીગ્રી સાથે ઉદ્યાન-વિજ્ઞાન ની પણ માસ્ટર ડીગ્રી મેળવે છે અને ત્યારબાદ વ્યવસાય અર્થે ઓસ્ટ્રેલિયા સ્થાયી થાય છે અને પોતાના દેશની સંસ્કૃતિનું જતન પણ કરી રહ્યા છે. ભારતમાં વર્ષમાં બે-ત્રણ વખત આવતા હોય છે..

છેલ્લે મઢડા સમૂહલગ્ન વખતે ઘણો સમય રોકાણ કર્યું ત્યારે જાણવા મળ્યું કે 115 સમૂહલગ્ન નો વિચાર કેમ આવ્યો.?

સોશિયલ મીડિયામાં પોસ્ટ વાંચી કે એક બાપને પોતાની દીકરી પરણાવવા આર્થિકતંગી નો સામનો કરવા મજબૂર બન્યો હોય છે અને આ આર્થિકતંગી નો ઉકેલ ના મળે તો આત્મહત્યા કરવાની નોબત આવી ગઈ હતી ત્યારે આ સમાચાર સાંભળી પોતાનું હૃદય દ્રવી ઉઠે છે ત્યારબાદ એક નહીં પણ 115 સમૂહલગ્ન નું નિર્માણ ભજનાનંદી પાલુભાઈ ગઢવી સાથે મળી માં સોનલ ના આશીર્વાદથી સુપેરે પાર પાડે છે..

ઈશ્વરે તેમને ખૂબ આપ્યું છે ત્યારે દર વર્ષે ભારતમાં એક થી બે કરોડ નું દાન ગરીબ લોકોની સેવામાં વાપરે છે..
ધન્ય છે આ ચારણની દીકરી શીતલબેન ગઢવીને કે જેવો પોતાની સંપત્તિ યોગ્ય રસ્તે વાપરી રહ્યા છે..
માં સોનાલ ના એકાવન આદેશો પોતાના જીવનમાં ઉતાર્યા છે ત્યારે હું ચારણ સમાજ અને અન્ય સમાજને અપીલ કરૂં છું કે આપ પણ માં સોનલના આદેશો જીવનમાં ઉતારજો..

માં સોનલે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા કન્યા છાત્રાલય-બોર્ડિંગ ની સ્થાપના કરેલ તેનાજ રસ્તે આગળ વધી રહેલા શીતલબેન ગઢવીને સમાજની દીકરીઓ માટે ખૂબ કાર્ય કરવું છે માટે જયારે ભગવતી માં સોનલનો આદેશ આવશે ત્યારે ખૂબ મોટા કાર્યનો શુભારંભ થશે એવા સમયે આપણે પણ આપણું યોગ્ય પ્રદાન આપીએ એજ અભ્યર્થના..
હું ક્યારેય શીતલબેન ગઢવીને મળ્યો નથી પણ ફોટા અને વીડિયોમાં જોયા છે ત્યારે મને તેનામાં સાક્ષાત જગદંબા ના દર્શન થયા છે..

વિદેશમાં પોતાના પરિવાર સાથે રહી આપણા દેશનો સાંસ્કૃતિક વારસો જાળવી રહ્યા છે ત્યારે તેમને દિલથી વંદન કરું છું.

આપ અને આપના કાર્ય સાથે મન-કર્મ-વચનથી આ મઢડા ની ધરતી ઉપરથી જોડવાનો નિર્ણય કરૂં છું અને હું એક સામાન્ય માણસ છું એટલે મને મારી હેસિયતનો ખ્યાલ પણ છે.

આ સાથે વિનંતી પણ કરૂં છું કે આપ ભારત આવવાના હોય ત્યારે મને 1 મિનિટ ફાળવજો. કારણકે આપની એક મિનિટ મને આપના દર્શન માટે કાફી છે.

કોઈપણ સમાજની દીકરીઓ માટે સેવાકીય વાત આવશે ત્યારે હું પીછેહઠ નહીં કરૂં તેની ખાતરી આપું છું.. ભલે આજે હું મારી ખુદની દીકરીને ના મળી શકતો હોઉં પણ સમાજની બધીજ દીકરીઓ મારી છે.

શીતલબેન વિશે મને ખૂબ માહિતી મળી છે પણ મારી તાકાત નથી એમના વિશે લખવાની.. એટલે મારી થોડીક જ લેખક શક્તિ રજુ કરૂં છું.

આ તકે મને યોગ્ય માહિતી આપવા બદલ ભજનાનંદી મિત્ર અને ભાણેજ પાલુભાઈ ગઢવીનો હું ઋણી રહીશ..
માં સોનલ આપણને બધાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર્થના સાથે..

લેખક :-
કાળુભાઇ વાઘ