રાનુ મંડલને હિમેશ રેશમિયા ગીત આપ્યા બાદ સલમાને દેખાડી દરિયાદિલી આપ્યુ આ ઈનામ….

1267

હાલ તેરી મેરી કહાની ગીતથી સોશિયલ મીડિયામા છવાયેલ રાનુ મંડલને દરેક જગ્યાએ થી ઇનામ નો વરસાદ થઈ રહ્યો છે.અને વાહ વાહી મળી રહી છે, રાનુનું ગીત લોકોને એટલું પસંદ આવ્યું કે તે રાતોરાત વાઈરલ સેન્સેશન બની ગઈ.

સોશિયલ મીડિયાએ તેને સ્ટાર બનાવી દીધી. હવે એવી ચર્ચા ચાલી રહી છે કે, રાનુના ગીતથી ઈમ્પ્રેસ થઈ દબંગ ખાન સલમાને તેમને તેની આવનારી ફિલ્મ દબંગ-3માં ગાવાનો ચાન્સ આપ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાને રાનુને મુંબઈમાં 55 લાખનું ઘર પણ ગિફ્ટ કર્યું છે. સાથે જ દબંગ-3માં સલમાન તેમની જોડે એક ગીતનું રેકોર્ડિંગ પણ કરશે.આ વાત કેટલી સાચી છે એ કહેવું મુશ્કેલ છે.રાનું માટે બોલીવુડ સિંગરો આગળ આવી રહ્યા છે.

પતિના અવશાન બાદ રાનુ મંડલ પશ્ચિમ બંગાળના રેલ્વે સ્ટેશન પર ગીત ગાઈને પોતાનુ ગુજરાન ચલાવતી હતી અને એક દિવસ એક છોકરાએ તેને “એક પ્યારકા નગમા હે” નું ગીત ગાતા જોઈ તેનો વિડીઓ ઉતારી સોસિયલ મિડીઆમા વાયરલ કર્યો અને એ વિડીઓ એટલો જોવાણો કે આ રાનું રાતો રાત સ્ટાર બની ગઈ.

રાનુના વીડિયોને લગભગ 2.5 મિલિયન વ્યૂ મળ્યા હતા, અને 48 હજાર લોકોએ તે વીડિયો પર રીએક્શન આપ્યા હતા. તો હજારો લોકોએ કમેન્ટ્સ કરી હતી. અત્યાર સુધીમાં તે વીડિયો લાખોવાર શેર કરી દેવાયો છે. ઈન્ટરનેટ પર તે વીડિયો રાતોરાત વાઈરલ બની ગયો હતો.