ગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરવા માટે ઉભી હતી. અને તેમના ત્રણેય દિકરાઓ સામેના મેદાનમા રમતા હતા…

670

ગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરવા માટે ઉભી હતી. અને તેમના ત્રણેય દિકરાઓ સામેના મેદાનમા રમતા હતા.

ત્યારે એક મહીલાનો દીકરો રમતા રમતા તેની માઁ પાસે આવ્યો અને બોલ્યો by. mom, I am going to home ત્યારે એમની માઁ બોલી કે જુઓ આ મારો દીકરો છે, અને તે અંગ્રેજી મિડિયમમાં ભણે છે..

થોડીવારમાં બીજી મહીલાનો દિકરો પણ ત્યાં પોતાની માઁ પાસે આવ્યો અને by, mom. by કહીને ઘરે જતો રહ્યો. તે મહીલા બોલી કે જુઓ મારો દીકરો CBSE માં ભણે છે..

ત્યાં ત્રીજી મહિલાનો દિકરો ઘરે જવા માટે તેમની માઁ પાસે આવ્યો આગળના બંન્ને છોકરાઓની જેમ તેમણે પણ પોતાની માઁ સામે જોયું અને તેમની માઁ પાસેથી પાણીનું માટલું લઇ ખભે મુકયું, અને બીજા હાથમાં પાણીની ડોલ પકડીને કહ્યું કે ચાલ માઁ હવે આપણે બન્ને ઘરે જઇએ.


ત્યારે દિકરાની માઁ બોલી કે જુઓ આ મારો દીકરો છે, અને તે ગુજરાતી મિડિયમમાં ભણે છે. આ માઁના ચહેરાનો આનંદ જોઇ બાકીની બંન્ને માતાઓની નજર શરમથી જુકી ગઇ.

ઉપરોક્ત વાતનું તાત્પર્ય એટલું જ કે લાખો રુપિયા ખર્ચીને સંસ્કાર ખરીદી શકાતા નથી. ભણતર જેટલુ જરૂરી તેટલુ જ ઞણતર.

આમ તો જોકે મહેનત કરતા કે કર્યા પછી પરીક્ષા દેવા જતા સમયે ભગવાન પાસે આશીર્વાદ લેવા બધા વિધાર્થીઓ જતા હોય છે પણ ઘણા એવા વિધાર્થીઓ પણ હોય છે જેને પુરૂ વર્ષ મહેનત જ ના કરી હોય અને પરીક્ષા પહેલા અને પરીક્ષા આપવા જતા સમયે ભગવાન પાસે પાસ કરવાની ભલામણ કરવા કેટલાય મંદિરે જઇને અગરબત્તી – દિવા કરી લગભગ સ્લોક બોલી નાખે છે.

જ્યારે એ નાપાસ થાય છે ત્યારે તે ભગવાન પર આરોપ મુકતા હોય છે કે મારૂ કામ ન કર્યુ હવે મારૂ શુ થશે એમ વિચારી નીરસ થઈ જીવન ને જોખમમાં મુકતા હોય છે અને ક્યારેક તો તે જીદગી ને ટુકાવી પણ દેતા હોય છે..

સાચી દિશામાં પુરેપુરા એક ધ્યેય લગનથી પુરૂષાર્થ કર્યે સફળતા મળે જ છે. અધુરી વિગત, અધુરુ જ્ઞાન, અધુરી તૈયારીથી હરીફો ફાવી જાય છે. અને એક વસ્તુ યાદ રાખવી કે જીદગીમા બીજો પ્રયત્ન તો મળતો હોય છે..