સલામ / લોકડાઉનમાં કચ્છમાં પોલીસ દંપતિ 2 વર્ષની બાળકી સાથે ફરજ પર, કહ્યું મારા માટે ડ્યુટી પહેલાં

482

આજની ઝાંસીની રાણીનું તાદ્રશ્ય ઉદાહરણ, કોરોના સામે બાથ ભીડવા 2 વર્ષની દીકરી સાથે મહિલા પોલીસકર્મી ફરજ પર તૈનાત છે. લોકડાઉનમાં પણ પોલીસ દંપતિ ખડેપગે ફરજ પર ઉભુ છે..

ત્યારે કચ્છમાં મહિલા કોન્સ્ટેબલ પોતાની 2 વર્ષની દીકરી સાથે ફરજ ઉપર ઉતરે ત્યારે ઝાંસીની રાણી જેમ રણમેદાનમાં કુંવરને લઈને ઉતર્યા હોય એવી લાગણી થાય. આ દંપતિ અને તેમની બાળકીને સલામ કરે છે. પોલીસકર્મીની ફરજની સાથે સાથે આ માતાની ફરજ પણ નીભાવી રહેલા આજની ઝાંસીની રાણીને સલામ છે.

કચ્છ દીકરી સાથે કોન્સ્ટેબલ તૈનાત અલકા દેસાઈ કોન્સ્ટેબલ તરીકે નિભાવે છે ફરજ પતિ અને પત્ની બન્ને પોલીસ વિભાગમાં, ફરજ સાથે પરિવારની પણ સંભાળ..

લોકડાઉનની સ્થિતિમાં પણ ગુજરાત પોલીસના જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પશ્ચિમ ક્ચ્છ પોલીસ જિલ્લાના ભુજમાં સામે આવ્યું છે ભુજમાં એક દંપતી પોલીસદળમાં ફરજ બજાવી રહ્યા છે ખાસ તો મહિલા કોન્સ્ટેબલ પોતાની બે વર્ષની દીકરીને સાથે રાખીને બંદોબસ્તની જવાબદારી સંભાળી રહ્યા છે..

ગુજરાત પોલીસ ગમેતેવી પરિસ્થિતિમાં પણ ફરજની જવાબદારી કર્મનિષ્ઠાથી અદા કરે છે પશ્ચિમ ક્ચ્છ ભુજ પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અલકા દેસાઈ બે વર્ષની પુત્રી જિયાને સાથે રાખીને ફરજ નિભાવી રહ્યા છે તેઓના પતિ ભૂજ એસપી ઓફિસમાં કોન્સ્ટેબલની જવાબદારી સંભાળી રહ્યા છે મહિલા કોન્સ્ટેબલ અલકા દેસાઈ પોતે ભુજ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવે છે.

ઉચ્ચ અધિકારીઓ પણ કરી રહ્યા છે સરાહના..

હાલની સ્થિતિ જોતા કર્મનિષ્ઠાને મહત્વ આપવામાં આવ્યું છે. દીકરીની સંભાળ લેવા સાથે પોલીસની ફરજ અદા કરવી એ મહત્વની જવાબદારી છે. મહિલા કોન્સ્ટેબલે પ્રેરણા આપી રહી છે. ઉચ્ચ અધિકારીઓ પણ આ કર્મનિષ્ઠાની સરાહના કરી રહ્યા છે…

મારા માટે ફરજ મહત્વની છે : અલકાબેન…

કોન્સ્ટેબલ અલકા દેસાઈએ જણાવ્યું કે હું પોલીસ ખાતામાં આવી છું. તો મારા માટે ફરજ મહત્વની છે અને બે વર્ષની દીકરીની સંભાળ રાખવી પણ જરૂરી છે. પરિવારમાં કોઈ સ્પોર્ટર નથી એટલે પતિ પત્ની દીકરીની સંભાળ રાખે છે અને મેનેજ કરે છે..

પરંતુ બંને પોલીસ દાંપતિને એકસાથે ફરજ હોય ત્યારે તેઓ દીકરીને ફરજ પર લઈ આવે છે ખાસ તો તેઓએ મહિલાઓને અપીલ કરતા જણાવ્યું કે,લોકડાઉનના સમયગાળા દરમિયાન ઘરની બહાર ન નીકળો જીવતા હશુ તો રોજ બહાર નીકળી શકીશું આ વાત મહત્વપૂર્ણ છે.Source News portal