આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો આજે 19 વર્ષ પૂરાં અને 20મું વર્ષ શરૂ..

281

આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો આજે 19 વર્ષ પૂરાં અને 20મું વર્ષ શરૂ..

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા, પછી 12 વર્ષ 227 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા..

વડાપ્રધાન તરીકે મોદીનો 6 વર્ષ 131 દિવસ સુધીનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે, આ પદ પર સૌથી વધુ દિવસ રહેનારા બિનકોંગ્રેસી નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક નવી ઊંચાઈ પર પહોંચ્યા છે.

એ ઈતિહાસ છે ભારતીય રાજકારણનો આ મુકામ છે બે દાયકા સુધી સત્તાના સર્વોચ્ચ પદ પર રહેવાનું. આ એ જ દિવસ છે,

જ્યારે નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત કોઈ સરકારી પદ સંભાળ્યું હતું. 7 ઓક્ટોબર 2001, એટલે કે આજથી 19 વર્ષ પહેલાં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા.

દેશમાં લોકો દ્વારા ચૂંટવામાં આવેલી સરકાર (કેન્દ્ર, રાજ્ય કે પછી બંનેને મેળવીને) માં સર્વોચ્ચ પદ પર સૌથી વધુ સમય પર રહેનારાઓમાં મોદીનું નામ 8મા નંબરે છે.  પ્રથમ નંબરે સિક્કિમના પૂૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ છે. તેઓ 24 વર્ષ 165 દિવસ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા.

બીજા નંબર પર પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ જ્યોતિ બસુ છે.  તેઓ 23 વર્ષ 137 દિવસ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો આજે 19 વર્ષ પૂરાં થયાં છે, એટલે કે આજે મોદીસરકારનું 20મું વર્ષ શરૂ થઈ રહ્યું છે.

મોદી ગુજરાતના 4 વખત સીએમ રહ્યા, મોદી ગુજરાતના ચાર વર્ષ સીએમ રહ્યા. પ્રથમ વખત તેમણે કેશુભાઈ પટેલની જગ્યાએ 7 ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રીપદ સંભાળ્યું હતું.

એ પછી તેઓ 22 ડિસેમ્બર 2002 સુધી રાજ્યના સીએમ રહ્યા. એ પછી તેઓ 22 મે 2014 સુધી સતત 12 વર્ષ 227 દિવસ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા.

ગુજરાતમાં આ કોઈ એક મુખ્યમંત્રીનો સૌથી લાંબો કાર્યકાળ છે. તેમની પહેલાં આ રેકોર્ડ કોંગ્રેસના માધવસિંહ સોલંકીના નામે હતો, તેઓ લગભગ 6 વર્ષ સુધી રાજ્યના સીએમ રહ્યા હતા.