પતિના મોત બાદ પોતાના બાળકોના ભવિષ્ય માટે એક માં બની રેલ્વે સ્ટેશમાં કુલી.. વાંચો સ્ટોરી..

467

દુનિયામાં માં થી વધારે કોઈ મોટા સંબંધ હોતા નથી, તેણીના બાળકો માટે આપેલો ત્યાગ, મહેનત, તેમની ખુશી માટે એક માં જ બધું આપી શકે અને તેથી જ યુવાને મંજીલને પ્રાપ્ત કરી શકે છે..

જબલપુર (મધ્યપ્રદેશ) કટની રેલ્વે સ્ટેશન પર 30 વર્ષીય સંધ્યા મરાવીને જોઇને લોકો ચોંકી ગયા છે. ખરેખર સંધ્યા અહીં કુલીનું કામ કરે છે.

સંધ્યા સાથે વાત કરવા પર તે કહે છે કે તે પોતાના બાળકોને ભણાવીને અધિકારી બનવવાં માંગે છે. તે કહે છે કે આ માટે તે ક્યારેય કોઈની સામે હાથ નહીં ફેલાવે. જે બાળકોની સાથે સાથે સાસુની પણ સંભાળ રાખે છે.

પતિનું બીમારીથી મૃત્યુ થયું હતું, સંધ્યા અને તેમની ઉમરલાયક સાસુ અને તેમના ત્રણ બાળકો રહે છે ઉપરાંત. ઓક્ટોબર 22, 2016 બીમારીના કારણે તેમના પતિની મૃત્યુ થયું હતું. આ પછી,તેણે ઘરના ખર્ચની ચિંતા કરવાનું શરૂ કર્યું.

પછી તેણે તેના પરિચિતો સાથે વાત કરી, પછી ખબર પડી કે તે તેના પતિની જગ્યાએ તેણે નોકરી મેળવી શકે છે. પછી તેણે કુંલી બનવાનું નક્કી કર્યું. સંધ્યા સાંજે ઘરનું કામ કરે છે અને તેણી કુંડમની રહેવાસી છે.

અહીંથી,તે 45 કિમીનું અંતર કાપીને જબલપુર અને પછી અહીંથી કટની પહોંચે છે. દિવસ ભરનું  કામ પતાવીને સાંજે ઘરે પરત આવે છે, અને પછી રાંધવાના કામમાં સામેલ થાય છે.

કુંલીની ઓળખ માટે લાઇસન્સ સમયે એક બેજ નંબર આપવામાં આવે છે અને સંધ્યાનો બેજ નંબર 36 છે. સંધ્યા 2017થી કુંલી તરીકે કામ કરી રહી છે. કટની સ્ટેશનની 45 કુલીઓમાંથી પ્રથમ મહિલા કુલી છે. જણાવી દઈએ કે સંધ્યાના ત્રણ બાળકોમાં શાહિલ 8 વર્ષનો, હર્ષિતા 6 વર્ષનો અને પુત્રી પાયલ 4 વર્ષની છે.અને ઉમરલાયક એક સાસુ છે..