કિન્નર નયનાકુંવર: ગૌસેવાને બનાવ્યો છે, જીવનધર્મ તેઓ સિદસરની ગૌશાળાની 100 ગાયોની સેવા…

908

નરશ્રેષ્ઠ, નારીશ્રેષ્ઠના ઘણાં ઉદાહરણો સમાજમાં છે, પરંતુ આ તો વાત છે એક કિન્નર શ્રેષ્ઠની ! તેમનું નામ છે નયનાકુંવર. જેઓ નારી ગામે અમદાવાદ હાઈવે પર રસ્તે નીકળતા વાહનચાલકો પાસેથી માગી-ભીખીને

100 ગાયોની સેવા કરી રહ્યાં છે..

સિદસર ગામ નજીક ભગતની ગૌશાળા તરીકે ઓળખાતા આશ્રમ જેવા સ્થળે અપંગ, અશક્ત, બીમાર ગાયોની સેવા કરે છે. અનેક ભક્તો પણ આર્થિક સહયોગ આપે છે અને પોતે પણ કમાઈને આવકનો અહીં ઉપયોગ કરે છે. વહેલી સવારે 4 વાગે જાગીને પોતે બનાવેલા મંદિરમાં બહુચરાજીની આરાધના કરે અને ત્યારબાદ કાયમી સ્થળે એટલે કે નારી ચોકડીથી ધોલેરા તરફના રોડ ઉપર ઊભા રહી ટાઢ, તડકો, વરસાદ સહન કરી માર્ગ પર પસાર થતાં વાહનચાલકો પાસેથી દાન સ્વીકારે છે.

મૂળ ગામ ઝમરાળા, હિરા ઘસતાં કિન્નર  જીવન સ્વીકાર્યું..

ફકડાનાથની જગ્યાથી જાણીતું અગાઉ ભાવનગર િજલ્લાનું અને હાલ બોટાદ જિલ્લાનું ઝમરાળા ગામ તે નયનાકુંવરનું પૂર્વાશ્રમનું ગામ છે. તેઓ 16 વર્ષની ઉંમરે ભાવનગર કુુમુદ વાડી િવસ્તારમાં હિરા ઘસવા આવ્યા હતા અને એક પિડિત ગાયને િનહાળી કિન્નરજીવન સ્વીકાર્યું હતું. તેમણે ગુરૂ ક્રિષ્નાકુંવર પાસે દિક્ષા લીધેલી હોવાથી હાલનું પુરુ નામ નયનાકુંવર િક્રષ્નાકંુવર છે. નયનાકુંવરનું જીવન પૂર્ણપણે સંન્યાસીને છાજે તેવું છે.

Source – Divaybhasker  Bhavnagar.