રાજકોટની જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહ જાડેજા એક સપ્તાહની અંદર ૧૦૦૦ વેન્ટિલેટર બનાવીને ગુજરાત સરકારને આપશે.

723

રાજકોટના વાવડીના વતની અને જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહ જાડેજાએ એક સપ્તાહની અંદર ૧૦૦૦ વેન્ટિલેટર બનાવીને ગુજરાત સરકારને આપશે.

સમગ્ર વિશ્વ અને ભારતમા કોરોના કેસો વધી રહ્યા છે, ત્યારે જો વધુ પીડિત દર્દીઓને હોસ્પિટલમાં રાખવા પડે તો વેન્ટીલેટરની અછત પડી શકે છે, એક માહિતી પ્રમાણે સમગ્ર ગુજરાતમા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમા મળીને કુલ 2200 જેટલા જ વેન્ટિલેટર છે.

અત્યારે સમગ્ર વિશ્વમાં વેન્ટીલેટરની અછત છે, અને અનેક દેશોમા જરૂરત હોવા છતા વેન્ટીલેટર મળતા જ નથી. ત્યારે રાજકોટના ઉધોગપતિ શ્રીપરાક્રમસિંહ જાડેજા કે જેઓ સીએનસી મશીન બનાવે છે, પણ દેશ પર આવી પડેલ વિપદામા રાષ્ટ્ર માટે કંઈક કરવાની ઈચ્છા સાથે એમની જ કંપનીમાં વેન્ટીલેટર બનાવવાનુ શરૂ કર્યું.

છેલ્લા 10 દિવસથી કંપનીમા ૧૫૦ માણસોએ દિવસ-રાત કામ કરીને વેન્ટીલેટર તૈયાર કર્યું છે. ગુજરાત સરકાર દ્રારા આ વેન્ટીલેટરનું સફળતાપૂર્વક મેડિકલ પરીક્ષણ થઇ ચુક્યુ છે જેની નાયબમુખ્યમંત્રીશ્રી દ્રારા આજરોજ સત્તાવાર જાહેરાત પણ કરાઈ હતી.

જેની ન્યુઝ લિંક અહીં શેર કરી છે. :-

૩.૫ લાખની બજાર કિંમત ધરાવતા વેન્ટિલેટરને માત્ર 1 લાખમાં જ તૈયાર થતા આ વેન્ટીલેટરને ગુજરાતી નામ આપવામાં આવ્યું “ધમણ-1”. ધમણ-1નું ઉત્પાદન કાર્ય હવે દિવસ રાત ચાલશે અને ગુજરાતને વેન્ટીલેટરની કોઈ કમી નહીં સર્જાય.

એન્જીનીયર એવા પરાક્રમસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે પ્રથમ ૧૦૦૦ વેન્ટીલેટર તેઓ ગુજરાત સરકારને દાનમાં આપીને દેશ માટે પોતાનુ ઋણ અદા કરશે

પરાક્રમસિંહની સૂઝબૂઝ, આવડત અને દેશસેવાની ભાવના માટે સમગ્ર ગુજરાત તેમજ પોતાના રાજપૂત (ક્ષત્રિય) સમાજના પણ ગર્વની લાગણી અનુભવ કરે છે..

પરાક્રમસિંહ જાડેજા અને રાજેન્દ્રસિંહ પરમાર દ્રારા ટુકજ સમય મા વેન્ટિલેટર બનાવીને પ્રાપ્ત કરેલી અદભૂત સફળતા અને રાષ્ટ્રભકિત બદલ આપણું ભાવનગર  આપની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે..