જે કામ કરવામાં પુરુષો પણ હાંફી જાય છે, એ કામ આ મહિલા ચપટી વગાડતા જ કરી નાખે છે.

614

પોરબંદર: સામાન્ય રીતે મહિલાઓ કુવા પર પાણી ભરવા જતી હોય છે પરંતુ આપણે વાત કરીએ એક એવી મહિલાની જેમણે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કુવો ગાળવાનું કામ કરી રહ્યાં છે જે કામ પુરુષોનું આધિપત્યવાળું ગણાય છે તે કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહી છે.

‘નારી તું નારાયણી’….આ વાક્ય તો વારંવાર સાંભળવા મળે છે. પરંતુ રાજસ્થાનની એક મહિલા વાક્યને સાર્થક કરી રહી છે.

રાજસ્થાનના પાલી ગામની વતની એવા પાંચીબાઈ નામની મહિલા હાલમાં પોરબંદરના આદિત્યાણા ગામ નજીક આવેલ એક ખેડૂતની વાડીમાં કુવો ગાળવાનું કામ કરી રહ્યાં છે.

પાંચીબાઈ કુવો ગાળવાના મશીન ચરખીને ઓપરેટિંગ છે ,જે કામ લગભગ પુરુષો જ કરતા હોય છે. પરંતુ પાંચીબાઈ નામની મહિલા ઘણાં વર્ષોથી આ કામ કરી રહ્યાં છે. પતિ અને બાળકો સાથે ગુજરાતના વિવિધ ગામોમાં જઈ અને તેઓ આ કામ કરી રહ્યાં છે.

પાંચીબાઈને આ કામ તેમના પિતાએ શીખવ્યું હતું. આજના બદલાતા જતાં સમયની સાથે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ત્યારે પુરુષોના આધિપત્ય વાળા કુવો ગાળવાના કામમાં પણ પાંચીબાઈ નામની આ મહિલા સ્વમાનભેર રોજગારી મેળવી સમાજમાં માનભેર જીવી રહી છે.