પ્રોત્સાહન મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસે નવો અભિગમ અપનાવ્યો..

298

વૈશ્વિક મહામારી એવી કોરોના વાઇરસ સામે અત્યારે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે.

કોરોના વાઈરસ સામે ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, મીડિયાકર્મીઓ તેમજ સરકારી તંત્ર જંગ લડી રહ્યું છે.

કોરોના સામે જંગ લડનારા લોકોના પ્રોત્સાહન માટે ગુજરાત પોલીસે નવો અભિગમ અપનાવ્યો છે.

લોકડાઉન દરમિયાન જે લોકોએ સારી કામગીરી કરી છે તેઓ ગુજરાત પોલીસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમજ અલગ અલગ જીલ્લા પ્રમાણે ફોટો અને વીડિયો વિગત સાથે મુકાય રહ્યા છે.