ફ્રોડ–શું તમે તો નથી મુકી ને. OLX અને facebook પર વેંચવા વસ્તુ.. તો આ લેખ જરૂર વાંચો.. સત્ય ઘટના.. થાય છે ત્યાં ફ્રોડ…

1093

આજકાલ ડીજીટલ યુગનો જમાનો છે, ત્યારે એના ફાયદા તો છે જ, પણ જો તમે બહુ ચાલક નથી, તો તેના ગેરફાયદા પણ છે, આજે તમને એક ફ્રોડ બનાવનાર વ્યક્તિ અને જાગૃત નાગરિક વચ્ચેનો એક બનાવનો દાખલો સત્ય ઘટનાની એક વાત કહીએ. જેમાં તમને શિખવા મળશે અને જાણવા પણ મળશે કે ઉલ્લુ બનાવનારા પાસે કેટલા રસ્તાઓ હોય છે. તમે પણ આ બનાવની જાણ થશે કે, તરત જ. આવા ફોન આવે એટલે સમજી જશો અને તમે છેતરાશો પણ નહિ.

ભાવનગર: ભાવનગરના કલ્પેશસિંહ ઝાલા સાથે એક બનાવ બન્યો, જેમને આ માહિતી અમને આપી હતી, અને જણાવ્યું કે આ વાતને તમે બધા સાથે સેર કરો, જેથી આવ ફોન કે મેસેજ આવેથી બધા લોકો જાગૃત થાય..

બાપુએ એક જુનો કેમેરો ઓ.એલ.એક્ક્ષ અને ફેસબુક પર વેચવા મુક્યો હતો, અને તેમાંથી તા.૨-૧૨-૧૯ના રોજ સંવારે ઓ.એલ.એક્ક્ષમાંથી એક વ્યક્તિએ મેસેજ કર્યો,  જેમાં આમ અંગ્રેજીમાં પણ હિન્દીમાં વંચાય તેવો મેસેજ આવ્યો….

આ મેસેજમાં હિન્દીમાં લખ્યું હતું કે… મુજે આપકા કેમેરા લેના હે…

બાપુ (મેસેજમાં જવાબ) : આપ કહાશે હો….લાસ્ટ પ્રાઈઝ અહી હે..

હિન્દી બોલતો ભાઈ (મેસેજમાં જવાબ):- મેં મુંબઈ સે હું… ઇસ રેટ મેં ઠીક હે મેરે કો લેના હે..

બાપુ (મેસેજમાં જવાબ):- : આપ તો મુંબઈ મેં હો..તો ફિર આપ કેમેરા કેસે લોન્ગે….,

હિન્દી બોલતો ભાઈ (મેસેજમાં જવાબ): મુજે આપ અમદાવાદમેં કુરિયર કર દો અભી, મેં આપકે ખાતે મેં પૈસે ડલવાતા હું..

બાપુ (મેસેજમાં જવાબ) : પહેલે પૈસે ડાલો બાદમે કુરિયર કરુંગા….

હિન્દી બોલતો ભાઈ (મેસેજમાં જવાબ):- : મેં કુરિયરકા પેસા જો હંગા વો દે દુંગા…..

બાપુ (મેસેજમાં જવાબ) : વો તો આપકો દેના હી હોંગા…

હિન્દી બોલતો ભાઈ (મેસેજમાં જવાબ) : આપકા નંબર દીજીએ.. મુજે મેરા ભાઈ કો યે કેમેરા ગીફ્ટ કરના હે વો આપકો કોલ કરેંગા આપ કા પૈસા વો ડાલ દેંગા..

હિન્દી બોલતો બીજા ભાઈનો ફોન આવ્યો.. મેરે ભાઈને આપકો ફોન કરને કો કહા થા.. આપકો કેમેરા બેચના હે તો મેં આપકા પૈસા આપકે ખાતેમેં અભી ડાલતા હું…

બાપુ (ફોનમાં): (શક ગયો) પૂછ્યું પૈસા કેસે ડાલોન્ગે..

હિન્દી બોલતો ભાઈ (ફોનમાં): આપકા કાર્ડ નંબર દો…ઉસમેં ડાલ દુંગા…

બાપુ (ફોનમાં): *બાપુ સમજી ગયા કે આ કોઈ ફેક લાગે છે, પેસા નાખવા માટે કાર્ડ નંબરની શું જરૂર? * .. એટલે બાપુએ દીધી સરખી********** તું કહાસે બોલ રહાં હે******* તેરા અડ્રેસ દે મુજે***** કિતને કો તુને યેસે ઉલ્લુ બનાકે પૈસા ઉઠા લિયે હે….

હિન્દી બોલતો ભાઈ (ફોનમાં): ભાઈ આપ કો પતા ચલ ગયા લેકિન કોઈ મુર્ગા આ જાતા જે ઝાલમે… મેં ૧૦ યા ૧૨ કો એસે ફોન કરતા હું તો કોઈ ના કોઈ તો મુજે સબ ડીટેલ દે દેતા હે…. ( બસ આટલું કહી પછી તરત જ એ દાંત કાઢતા- કાઢતા તેને ફોન કાપી નાખ્યો….)

આ બનાવના અંતે અમે આપને કેવા એટલું માંગીએ છીએ કે તમારી અંગત બેંક ડિટેલ કોઈ સાથે સેર ના કરવી જોઈએ… આવા લોકો તમને લલચાવી. ફોસલાવી કે લોભામણી સ્કીમ મુકીને તમારી પાસેથી તમારી અંગત ડીટેલ વિગત કાઢવાની કોશિષ કરશે પણ જો તમે જાગૃત હશો તો એનું કઈ વળશે નહિ..

આભાર…