ભારી – ભરખમ 90 કિલોનો પથ્થર આંગળીના ટેરવે ઉપાડો ! બાબા હઝરત કમર અલીની ચમત્કારી દરગાહ..

507

કહેવાય છે કે જો ઈશ્વર પ્રત્યે સાચી શ્રધ્ધા અને વિશ્વાસ હોય તો કોઇપણ અસંભવ વસ્તુ સંભવ થઇ જાય છે. દુનિયા એવા-એવા ચમત્કારોથી ભરી પડેલ છે કે જેના વિષે આપણે વિચાર પણ ન કરી શકીએ. તમે 90 કિલોનો ભારી-ભરખમ પથ્થરને માત્ર આંગળીના ટેરવે તમે ઉંચો કઈ શકો છો! કદાચ આવું સાંભળીને તમને નવાઈ લાગે પણ આ સત્ય હકીકત છે. જો તમે કન્ફયુઝ હોવ તો ગૂગલ પર સર્ચ કરી શકો છો.

જો તમારે પણ પોતાની આંગળીના ટેરવે આ પથ્થર ઉપાડવો હોય જાવ મહારાષ્ટ્રમાં પુણે સ્થિત ખેડ શિવપુર નામના ગામમાં, જ્યાં ‘બાબા હઝરત કમર અલી’ ની ચમત્કારી દરગાહ છે. ખરેખર આ દરગાહના બાબાનો ચમત્કાર છે.

ખેડ શિવપુર પુણેમાં પોતાના ચમત્કાર માટે જાણીતું છે. અહી મહારાષ્ટ્ર સિવાય પણ દેશ-વિદેશથી લોકો પોતાની મન્નતો માંગવા આવે છે. અહી 11 લોકો એકસાથે પોતાની ઇન્ડેક્સ ફિંગરથી 90 કિલોનો પથ્થર ઉઠાવી શકે છે. જો લોકો 11 થી વધુ કે ઓછા હોય તો આને ન ઉચકી શકે.

અહી બાબાનો જ ચમત્કાર છે કે અહી એકવાર બાબાનું નામ લેતા 90 કિલોના પથ્થરને બીજી આંગળી (ઇન્ડેક્સ ફિંગર) દ્વારા 10 ફુટ સુધી ઉંચો ઉપાડી શકો છો. બાબા હઝરત કમર અલીને ગરીબ લોકો ‘મસીહા’ ની જેમ પૂજા કરે છે. લગભગ 800 વર્ષ પહેલા આ બાબા અહી આવ્યા હતા અને તેમની કબર પણ અહી જ છે.

લોકોનું માનવું છે કે આ તેમની જ દિવ્ય શક્તિ છે જેના કારણે અશક્ય વસ્તુઓ શક્ય બની છે. દરગાહની દેખભાળ કરનાર જણાવે છે કે આ પથ્થરની અંદર બે પથ્થરો છે, જેણે બાબા એક આંગળી વડે ઊંચકી લેતા.

અહી બધા ધર્મના લોકો આવે છે. આ દરગાહની ખાસવાત એ છે કે અન્ય દરગાહની જેમ અહી મહિલાઓને જવા પર પાબંદી નથી. આ પથ્થરને ‘ઉડતો પથ્થર’ પણ કહેવાય છે. આની પાછળ એક કહાની પ્રચલિત છે. કહેવાય છે કે 800 વર્ષ પહેલા પથ્થરની જગ્યાએ અખાડો હતો, જ્યાં અમુક પહેલવાનો એ સૂફી સંત કમર અલીનો મજાક ઉડાવ્યો. ત્યારે સંત નારાજ થયા અને પહેલવાનો દ્વારા ઉઠાવવામાં આવતો 70 કિલોના પથ્થર પર મંત્ર ફૂક્યો અને આ પથ્થરને સંત કમર અલીનું નામ લેતા જ ઉઠાવવો સંભવ બન્યો.