લૉકડાઉનમાં થયા કંઈક અલગ જ રીતે લગ્ન, દુરથી જ હાર માળા અને પછી ફર્યાં સાત ફેરા..

353

લોકડાઉનમાં લાકડીની સહાયથી વરમાળા. આવા જ એક અનોખા લગ્ન મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં જોવા મળ્યા હતા, જ્યારે દુલ્હને લાકડાની મદદથી ડોક્ટર વરરાજાને વરમાળા પહેરાવી હતી. વરરાજાએ પણ લાકડી પકડીને કન્યાના ગળામાં વરમાળા નાંખી હતી.

લોકડાઉનને કારણે ધામધૂમથી થતાં લગ્ન હવે ફક્ત મર્યાદિત લોકોમાં જ થઈ રહ્યા છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. આવા અનોખા લગ્ન શનિવારે ધારના કુક્ષી વિધાનસભાના ટેકી ગામમાં થયાં હતાં. તેનો વીડિયો લગ્નની સાંજે જ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થયો હતો..

તો, વરમાળા સમયે દુલ્હન ભારતીએ વરરાજાને લાકડીની સહાયથી વરમાળા પહેરાવી, જ્યારે રાજેશે તેની અર્ધાંગિની ભારતીને લાકડીની મદદથી વરમાળા પહેરાવી હતી.

દુલ્હા-દુલ્હન દ્વારા વરમાળાની રસમમાં લાકડીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

ગામના હનુમાન મંદિરમાં ભારતી મંડલોઇએ વેટરનરી ડૉક્ટર રાજેશ નિગમની સાથે અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા લીધા અને લોકડાઉનની વચ્ચે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરતાં લગ્ન કર્યા હતા.

દુલ્હન ભારતી મંડલોઇના પિતા જગદીશ મંડલોઇએ જણાવ્યું હતું કે લગ્ન પહેલા અમે મંદિરને સંપૂર્ણ રીતે સેનેટાઈઝ કર્યુ હતુ. ત્યારબાદ લગ્ન સંપન્ન કરાવ્યા હતાં. તો, લગ્નમાં પણ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું..