આ મુસ્લિમ પરિવાર કરી રહ્યો છે, છેલ્લા 500 વર્ષોથી શિવ મંદિરની દેખભાળ, જાણીને દંગ જ રહી જશો તમે…

815

અમુક અમુક જગ્યાઓ પર ધર્મને લઈને ઘણી વખત ઝઘડાઓ થતા જોવા મળે છે. અને ઘણી વખત તેના લીધે ઘણી બધી તકલીફો પણ થતી જોવા મળે છે. આજે દુનિયાભરમાં ધર્મના નામે ખૂબ જ ઝઘડા અને રાજનીતિ થઇ રહી છે.

ધર્મના નામે લોકોને એકબીજા વિરુદ્ઘ કરીને તેમનુ વિભાજન કરવાનું ચલણ દુનિયામાં ખૂબ જ જુનૂ છે. સમગ્ર વિશ્વમાં હાલ ધર્મના નામે નફરત ફેલાવાઈ રહી છે, પરંતુ હજુ પણ એવા કેટલાક લોકો બાકી છે, જે બધાથી દૂર સમાજમાં અને દેશમાં પ્રેમ ફેલાવવાનું કામ કરી રહ્યા છે, આવા જ એક વ્યકિત છે અસમના મતિબર રહેમાન.

અસમના ગુવાહાટી સ્થિત રંગમહલ ગામમાં એક મુસ્લિમ પરિવાર એક શિવ મંદિરની દેખરેખ પાછલા 500 વર્ષોથી કરી રહ્યો છે. મુસ્લિમ પરિવારના વડીલ મતિબર રહેમાને કહ્યું કે આ 500 વર્ષ જૂનું મંદિર છે, અમારો પરિવાર ત્યારથી તેની દેખરેખ કરી રહ્યઓ છે. આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોના લોકો આવે છે અને પ્રાર્થના કરે છે.

અને અહી શિવરાત્રી પર પણ ખુબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત ગામના બાકીના મુસ્લિમ પરિવારો પણ આ મંદિરમાં દરરોજ નિયમિત પ્રાર્થના કરે છે અને દીવડાઓ પણ પ્રગટાવતા જોવા મળે છે.

આ મંદિર તેમના ઘરની પાસે જ સ્થિત છે. મંદિરની દેખરેખ કરવાનું કામ તેમજ પૂર્વજો કરતા હતા અને આ પરંપરાને તેમણે જાળવી રાખી છે. રહેમાન કહે છે કે, તેમનો પરિવાર પાછલી સાત પેઢીથી મંદિરની દેખરખ કરે છે. રોજ સવાર અને સાંજ નમાજ પછી રહેમાન મંદિરની સાફ-સફાઇ કરે છે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો એક સાથે પૂજા અને પ્રાર્થના કરે છે. પહેલા મતિબર રહેમાનના પિતા આ મંદિરની દેખરેખ કરતા હતા, પરંતુ તેમના મૃત્યુ પછી આ પરંપરાને હવે મતિબર જીવિત રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમના મૃત્યુ બાજ તેમનો દીકરો આ કામ કરશે. ખુશીની વાત તો એ છે કે, ગામના મુસલમાન મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ શિવ મંદિરમાં નિયમિત રૂપે આવીને દીવો પ્રગટાવે છે.

આમ આ એક ખુબ જ સુંદર ઉદાહરણ કહી શકાય. અને ધર્મ એકબીજાને નફરત કરવાનું શીખવતા નથી એ વાત પણ અહી ખુબ જ સારી રીતે સાબિત થઇ શકે છે. પરંતુ આ હોવા છતાં દેશ અને દુનિયામાં ધર્મના નામે તોફાનો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, આ લેખ અને આ મુસ્લિમ પરિવાર એ ખુબ જ સુંદર ઉદાહરણ પૂરું પડે છે.