જામનગરમાં ભારતના સૌથી નાની વયના IPS ઓફિસર સફીન હસનનું થયું પોસ્ટીંગ..જાણો ! કોણ છે આ નવા ઓફિસર….

2410

ભારત દેશમાં સૌથી નાની વયે આઈપીએસ અધિકારીનું પદ મેળવનાર સફીન હસનનું સૌથી પહેલું પોસ્ટીંગ જામનગરમાં થયું છે. અહીં તેઓ આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ ( એ.એસ.પી ) તરીકેનું જવાબદારી સંભાળશે..

માત્ર 22 વર્ષની તેમની ઉંમર છે, અને તેઓ આ પદ માટે જરૂરી તમામ પરીક્ષાઓમાં ઉતિર્ણ કરી. યુપીએસસી પરીક્ષામાં તેઓએ ઓલ ઈન્ડિયામાં 520મો રેન્ક મેળવ્યો છે.

તેમને આ પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી દીધી છે.  કોઈ ગુજરાતી યુવક ગુજરાત કેડરમાં સૌથી યંગ આઈપીએસ હોય તો તે સફીન હસન છે.

સફીન હસન ભારતના સૌથી નાની વયના આઈપીએસ અધિકારી બન્યા છે. તેઓ બનાસકાંઠાના કાણોદર ગામના રહેવાસી છે અને તે સાવ સામાન્ય ઘર માંથી આવે છે અને એવું પણ જાણવા મળ્યું છે કે તેમની માતા રોટલી વણવાનું કામ કરતા હતા, કહેવાય છે ને કે શિક્ષણ અને કાબિલિયતમાં પોતે ટેલેન્ટ હોવા જોઈએ, અને તેને તે સાબિત કરી બતાવ્યું અને તેમનું પ્રથમ પોસ્ટીંગ જામનગર ખાતે થયું છે.

તેમણે પોતાના ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. જે પછી તેઓ બી ટેક કરવા માટે સુરત ગયા હતા, અને તેમણે જીપીએસસી અને યુપીએસસી પરીક્ષા આપી હતી. જેમાં તેઓ ક્લાસ વન અધિકારી તરીકે ઉતિર્ણ થયા છે.

તેમણે આ અંગે પોતાની મહેનત પર ખુબ વિશ્વાસ રાખ્યો હતો, અને પોતાની આવડતને પગલે તેઓ નાની ઉંમરે આ મુકામ હાંસલ કરી શક્યા. હવે જો કે તેઓ જ્યારે પોસ્ટીંગ મેળવ્યા પછી કામગીરી શરૂ કરશે, ત્યારે આગામી સમયમાં તેમની મહેનત અને આવળત લોકોને  મદદ થશે અને શહેર અને રાજ્યમાં સારા કામ થશે, અને તે તેમની ખરી પરીક્ષા રહેશે.