રાત દિવસ સેવામાં ! પોલીસની ડ્યૂટી પતાવી ઘરે જઈને બનાવે છે માસ્ક, લોકો કરી રહ્યાં છે સેલ્યૂટ..

675

લોકોએ આ જુસ્સાને કરી સલામ કોરોના વાયરસથી લડવામાં માસ્ક અને સેનિટાઈઝર મુખ્ય હથિયાર છે. આવામાં જ્યારે દુનિયા માસ્કથી ઉણપથી ઝઝૂમી રહી છે ત્યારે દેશના ઘણા લોકો ઘરમાં માસ્ક તૈયાર કરીને લોકોને વહેંચી રહ્યાં છે. તાજો કિસ્સો મધ્ય પ્રદેશનો છે જ્યાં એક મહિલા પોલીસકર્મી લૉકડાઉનમાં ડ્યૂટી પતાવી ઘરે જઈને માસ્ક બનાવે છે.

સોશિયલ મીડિયા પર આ મહિલા પોલીસકર્મીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ તેની પ્રશંસા કરી અને લખ્યું, ‘બેટી, સદા ખુશ રહો અને જગતનું કલ્યાણ કરતી રહો.’ સૃષ્ટિ શ્રોતિયા છે નામ..

આની જાણકારી સંદીપ સિંહ નામના એક ટ્વીટર યૂઝરે આપી. તેણે 4 એપ્રિલના રોજ ટ્વીટર પર શ્રૃષ્ટિની તસવીર શેર કરતા લખ્યું , #મધ્યપ્રદેશ #સાગરના ખુરઈ પોલીસ સ્ટેશનની મહિલા કૉન્સ્ટેબલ સૃષ્ટિ શ્રોતિયા લૉકડાઉનમાં પોલીસની ડ્યૂટી પૂરી કર્યા બાદ ઘરે જઈને માસ્ક બનાવે છે.

આ માસ્ક તે પોલીસ સ્ટેશનના સ્ટાફથી લઈને સામાન્ય જનતાને વહેંચી રહી છે. સૃષ્ટિના આ જુસ્સાને કોટિ-કોટિ પ્રણામ… મધ્ય પ્રદેસના CMએ આપ્યા આશીર્વાદ


સંદીપ સિંહની ટ્વીટને રી-ટ્વીટ કરતા મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું, आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशॄङखला। यया बद्धा: प्राधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत्॥ સૃષ્ટિનો આધાર છે દીકરીઓ અને દુનિયા તેમનાથી જ ધન્ય થાય છે. સૃષ્ટિ જેવી બેટીઓથી વારંવાર આ ધરતી ધન્ય થઈ છે.

બેટી, સદા ખુશ રહો અને જગતનું કલ્યાણ કરતી રહોં!’ તેમની આ ટ્વીટને ન્યૂઝ લખાયા ત્યાં સુધીમાં 2 હજારથી વધુ લાઈક્સ અને 500થી વધુ ટ્વીટ્સ મળી ચૂકી છે. કેવી રીતે ઉતારીશું આનું ઋણ