રેલવે યાત્રીઓની સમસ્યા 139 અને 182 હેલ્પલાઇન પરથી નિવારશે..

551

રેલવે યાત્રીઓની સમસ્યા 139 અને 182 હેલ્પલાઇન પરથી નિવારશે..


હવે રેલવે યાત્રિકોને જુદાજુદા કામ માટે અલગ અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવા નહીં પડે કારણ કે, આગામી તા.1લી જાન્યુઆરી 2020થી રેલવે પોતાના 6 હેલ્પલાઇન નંબર બંધ કરી દેશે.

જો રેલવે યાત્રિકોને કોઈપણ સમસ્યા હોય તો 139 અને 182 નંબર પર કોલ કરવાથી આપાતકાલિન મદદ મળી શકશે.


હેલ્પલાઇન નંબર 139 પર પીએનઆરની સ્થિતિ, ટ્રેનનું આગમન-પ્રસ્થાન, ભાડા અંગેની વિગતો, SMS દ્વારા ટિકિટની સુવિધા પ્રાપ્ત કરવા અંગેની માહિતી મળશે.

જ્યારે ટ્રેન કે રેલ પરિસરમાં થતી કોઈપણ પ્રકારના ગુનાહિત કેસમાં સુરક્ષા માટે હેલ્પલાઇન નંબર 182 પર ફરિયાદ કરી મદદ મેળવી શકાશે. આ ઉપરાંત અન્ય કોઈ ફરિયાદ કે મદદ માટે ‘રેલ મદદ’ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકાય છે, જે 1 જાન્યુઆરીથી લાગુ થશે.