મોદી સરકારે કામના કલાકો ને લઈને મહત્વના સુધારા કર્યા છે

712

મોદી સરકારે કામના કલાકો ને લઈને મહત્વના સુધારા કર્યા છે

મોદી સરકારે (Modi Government) કામના કલાકો (Working Hours) ને લઈને મહત્વના સુધારા કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલય (Labour Ministry)એ સંસદ (Parliament) માં પસાર કરેલા એક બિલમાં કામના કલાક વધારવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

નવા પ્રસ્તાવ પ્રમાણે એક દિવસમાં વ્યક્તિએ મહત્તમ 12 કલાક કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વર્તમાન સમયમાં પ્રતિદિન મહત્તમ 8 કલાક કામ કરવાની જોગવાઈ છે.

શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય (Health) , તેમજ કાર્ય શરત (Occupational Safety, Health and Working Conditions) એટલે કે OSH કોડ 2020ના નિયમો હેઠળ આ પ્રસ્તાવ મૂક્યો છે.

નવા કામના સમયગાળા વચ્ચે ટૂંકા ગાળાની રજા પણ શામેલ છે. જો કે, 19 નવેમ્બર 2020ના રોજ જાહેર કરાયેલા આ ડ્રાફ્ટમાં, સાપ્તાહિક કામના કલાકો 48 કલાક યથાવત રાખવામાં આવ્યા છે.

વર્તમાન જોગવાઈઓમાં અઠવાડીયે 8 કલાકના હિસાબે 6 દિવસનો હોય છે, જેમાં એક દિવસ રજા હોય છે. પરંતુ 12 કલાક કામની સ્થિતિમાં અઠવાડિયામાં 2 રજાઓ આપવાની જોગવાઈ રહેશે…