સુશાંત સિંહ રાજપૂત કેસમા પોલીસ આપશે સહયોગ…

415

સુશાંત સિંહ રાજપૂત કેસઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું- CBI તપાસમાં મુંબઈ પોલીસ આપશે સહયોગ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ. સીબીઆઈને જે પણ સહયોગની જરૂર હશે તે આપીશું.

સુશાંત સિંહ રાજપૂત કેસઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું- CBI તપાસમાં મુંબઈ પોલીસ આપશે સહયોગ

મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની CBI દ્વારા કરાવવાનો સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની તકલીફ વધશે.

બિહાર સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે નિર્ણય લીધો પછી કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સીબીઆઈ તથા ઈડીને સોંપી હતી.

તેની સામે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ અરજી કરી હતી. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ. સીબીઆઈને જે પણ સહયોગની જરૂર હશે તે આપીશું.

સુપ્રીમ કોર્ટે મુંબઈ પોલીસની તપાસમાં કોઈ ખામી ન હોવાનું કહ્યું, જે અમારા માટે ગૌરવની વાત છે.