સુશાંત સિંહ રાજપૂત કેસમાંCBI, ED અને NCBએ તેમની તપાસનાં ઘોડા દોડાવી દીધા છે

278

સુશાંત સિંહ રાજપૂત કેસમાંCBI, ED અને NCBએ તેમની તપાસનાં ઘોડા દોડાવી દીધા છે..

એજન્સીઓ સુશાંત મામલે તમામ જોડાયેલાં લોકોની પૂછપરછ કરી રહી છે. આ વચ્ચે સુશાંતનાં બેંક ખાતા (Sushant Singh Rajput Bank Details) અંગે મોટો ખુલાસો થયો છે.


આ ખુલાસો સુશાંતનાં બેંક ખાતાની ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યો છે. જેની તપાસ મુંબઇ પોલીસે કરી છે.


સુશાંતનાં બેંક ખાતામાં પાંચ વર્ષની ઓડિટ રિપોર્ટમાં આ વાત સામે આવી છએ કે, સુશાંતનાં બેંક ખાતામાંથી ગત પાંચ વર્ષમાં 70 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર થયુ છે.


જેમાંથી મુંબઇ માં એક ફ્લેટ મોંઘીદાટ ગાડીઓ અને બાઇકની ખરીદી થઇ છે. ગ્રાન્ટ થોર્નટન નામની એક કંપની દ્વારા કરવામાં આવેલી ઓડિટ રિપોર્ટ અનુસાર સુશાંતનાં અકાઉન્ટમાંથી રિયાનાં અકાઉ્ટમાં કોઇ ઇળેક્ટ્રોનિક ટ્રાન્જેક્શન થયા નથી.

એટલું જ નહીં સુશાંતનાં અલગ અલગ બેંકમાં 5-7 કરોડ રૂપિયાની FD છે તેમજ કોરોડની રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલી છે.

જ્યારે સુશાંતે 5 વર્ષમાં 5 કરોડ રૂપિયા ટેક્સ પણ ભર્યો છે. સુશાંત સિંહ રાજપૂતની કરોડો રૂપિયા તેનાં મેનેજમેન્ટ, સ્ટાફ, હરવા-ફરવા પાછળ અને ઘર ખર્ચમાં વાપર્યા હતાં.

એટલું જ નહીં સુશાંતે 3-4 કરોડ રૂપિયા ઘરનાં ભાડાં પેટે પણ ખર્ચ કર્યા છે. મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતનાં બેંક ખાતાની ફોરેન્સિક ઓડિટ કરાવ્યું હતું.

આ પણ વાંચો- OMG! એક ફિલ્મનાં બજેટ જેટલી સલમાને ચાર્જ કરી BB-14 માટે ફી, જાણીને આંખો થઇ જશે પહોળી

ED આ વાતની અત્યાર સુધીની જાણકારી લઇ રી છે કે, રિયા અને તેનાં પરિવાર પર સુશાંતે કેટલો ખર્ચ કર્યો અને કેટલી રકમ આપી. EDને શંકા છે કે


સુશાંતે મોટી રકમ રિયા અને તેનાં પરિવાર પર ખર્ચ કર્યા છે. આપને જણાવી દઇએ કે, સુશાંત કેસની તપાસ CBIને સોંપી દેવામાં આવી છે. CBIની ટીમ છેલ્લા દસ દિવસથી આ મામલે તપાસ કરી રહી છે.

CBIએ આ દરમિાયન સુશાંત સાથે જોડાયેલા તમામ લોકની પૂછપરછ કરી છે. તેમાં રિયા ચક્રવર્તી પણ શામેલ છે. રિયાની CBIએ શુક્રવારે 10 કલાક પૂછપરછ કરી હતી.

શનિવારે પણ CBIએ રિયાની 7 કલાક પૂછપરછ કરી હતી