23 નવેમ્બરથી શાળાઓ ખોલવા અંગે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

315

23 નવેમ્બરથી શાળાઓ ખોલવા અંગે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

23 નવેમ્બરથી શાળાઓ ખોલવા અંગે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શુ છે નિયમો

ગુજરાત રાજ્યમાં અગામી 23 નવેમ્બરથી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખૂલવા જઈ રહી છે. ત્યારે આજે રોજ સરકાર દ્રારા શાળાઓ ખૂલવા અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વાયરસના પરિણામે છેલ્લા ૮ મહિનાથી શાળાઓ બંધ છે. જયારે પાંચ દિવસ બાદ રાજ્યની શાળાઓ ખુલશે.

સોમવાર, બુધવાર અને શુક્રવારે  ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. જયારે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ધો.૯ અને ધો.૧૧ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. આ  ઉપરાંત ઓનલાઈન અભ્યાસક્રમ પણ ચાલુ રહેશે. એક ધોરણના વિદ્યાર્થીને અઠવાડિયામાં ત્રણ દિવસ શાળાએ જવાનું રહેશે. આ માર્ગદર્શિકાનું પાલન કરવા માટે વાલીઓએ લેખિતમાં સંમતી આપવી પડશે.માસ્ક, સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું પણ  પાલન કરવાનું રહેશે.