કુલ 6616 શિક્ષકોની ભરતી

337

કુલ 6616 શિક્ષકોની ભરતી

શિક્ષકો અને લેક્ચરરોની મોટી ભરતી આવી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વની જાહેરાત

રાજ્યમાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લેતાં નવા શિક્ષકોની ભરતી કરવાની મંજૂરી આપી છે. રાજ્ય કેબિનેટમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે રાજ્યમાં 6616 અધ્યાપક શિક્ષકોની ભરતી કરાશે. ગ્રાન્ટેડ શાળાઓમાં 2307 જગ્યાઓની ભરતી કરાશે. ભરતી માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3382 શિક્ષણ સહાયકની પણ ભરતી કરાશે. સહાયકો માટે સરકારે મંજૂરી આપી દીધી છે. કોલેજોમાં 927 અધ્યાપકોની ભરતી કરાશે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, અધ્યાપક સહાયકોની આ ભરતી માટે તા.20 જાન્યુઆરી-2021 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે.

કુલ 6616 શિક્ષકોની ભરતી કરાશે

શિક્ષણ વિભાગમાં ભરતી અંગે તેમણે જણાવ્યું કે, ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરાશે. અધ્યાપકોની 927, માધ્યમિક 2707, ઉચ્ચતર માધ્યમિકની 3382 એમ કુલ મળીને 6616 શિક્ષકોની ભરતી કરાશે. તો કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી થશે. તો માધ્યમિક વિભાગમાં 2307 શિક્ષક સહાયકની ભરતી કરાશે.

વિવિધ વિષય મુજબ કરાશે આ પ્રમાણે શિક્ષકોની ભરતી
રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંગ્રજી વિષયના 624 શિક્ષકોની ભરતી કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. તો એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે 446 શિક્ષકોની ભરતી કરાશે. સમાજશાસ્ત્રના 334 શિક્ષકોની ભરતી થશે. ઈકોનોમીના 276 શિક્ષકોની ભરતી થશે. ગુજરાતી વિષના 254 શિક્ષકોની ભરતી કરાશે.

આ જ રીતે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાનના 1039, અંગ્રેજી વિષય માટે 442, સામાજિક વિજ્ઞાન વિષય માટે 289, ગુજરાતી વિષય માટે 234 તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ 2307 શિક્ષણ સહાયકો શિક્ષકોની ભરતી કરાશે.

આ પણ વાંચો :

ગુજરાત મકાન સહાય યોજના
મોદી સરકાર પાસેથી આ રીતે મેળવી શકાશે 36000 રૂપિયા
માત્ર 30 રૂપિયામાં બનાવડાવો આયુષ્માન કાર્ડ

વધુમાં કહ્યું કે, કોલેજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં 6616 ની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. મુખ્યમંત્રી અને નાણામંત્રીનો આભાર માનું છું કે આ ભરતી પ્રક્રિયા માટે મંજૂરી આપી છે. ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આગામી દિવસોની અંદર આ પ્રક્રિયા કરવામાં આવશે. ધોરણ 10 અને 12 શાળાઓ શરૂ કર્યા બાદ હવે બીજા તબક્કામાં અન્ય ધોરણો શરૂ કરવામાં આવશે. હાલ ધોરણ 10 12 ની શાળાઓ ચાલુ કરી એમાં હાજરીનું પ્રમાણ સારું છે. દિવાળી બાદ સ્કૂલો ચાલુ થતી હોય છે, ત્યારે પહેલા કે બીજા દિવસે જે પ્રકારે હાજરી હોય છે તેના કરતાં સારા પ્રમાણમાં હાજરી કોરોનાકાળ બાદ જોવા મળી. પહેલા દિવસે ૩૫ ટકાથી બીજા દિવસે 38 ટકા થઈ છે. 18મી તારીખથી પૂરતી સંખ્યા વિદ્યાર્થીઓની આવશે તેવો મને વિશ્વાસ છે. બોર્ડની પરીક્ષાની તારીખો હવે પછી શરૂ કરવામાં આવશે અને ફોર્મ ભરવાની પ્રક્રિયાને ત્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા એક અઠવાડિયામાં જાહેરાત આપીને શરૂ કરવામાં આવશે.

સ્કૂલોમાં બાળકોનો રિસ્પોન્સ સારો રહ્યો

હાલમાં સ્કૂલો ખુલવા મુદ્દે પણ તેમણે વાત કરતાં જણાવ્યું હતું કે આટલા લાંબા અંતરાલ બાદ બાળકોએ સ્કૂલે આવવામાં ઉત્સાહ બતાવ્યો છે. વાલીઓને પણ અનુરોધ છે કે તેઓ બાળકોને સ્કૂલે મોકલવામાં ડર ના અનુભવે. ભરતી પ્રક્રિયા માટે હવે પછીથી સમયસર જાહેરાત કરાશે.