પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન

260

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. પ્રણવ મુખર્જીએ સોમવારે સાંજે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેઓ બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.

થોડા દિવસો પહેલાં, પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ આવ્યા હતા, તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કરીને પ્રણવ મુખરજીના મોતની માહિતી આપી હતી.

પ્રણવ મુખરજી કોરોના વાયરસ પોઝીટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને તેજ હાલતમાં તેમની મગજની સર્જરી કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જી 2012 માં દેશના રાષ્ટ્રપતિ બન્યા, 2017 સુધી તેઓ રાષ્ટ્રપતિ હતા. વર્ષ 2019 માં તેમને ભારત રત્ન એનાયત કરાયો હતો.

પ્રણવ મુખર્જીની તબિયત ખરાબ હોવાને કારણે 10 ઓગસ્ટે દિલ્હીની આરઆર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મગજમાં લોહીના ગાંઠ થઈ ગયા પછી આ સર્જરી કરવામાં આવી હતી.

PM મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ લખ્યું હતું કે પ્રણવ મુખર્જીના નિધનથી આખો દેશ દુ:ખી છે, તેઓ સ્ટેટ્સમેન હતા. જેમણે રાજકીય ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રના દરેક વર્ગની સેવા કરી છે.

પ્રણવ મુખર્જીએ તેમની રાજકીય કારકીર્દિ દરમિયાન આર્થિક અને વ્યૂહાત્મક ક્ષેત્રે ફાળો આપ્યો. તે તેજસ્વી સાંસદ હતા જેમણે હંમેશાં સંપૂર્ણ તૈયારી સાથે પ્રતિસાદ આપ્યો હતો.

સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

પ્રણવ મુખર્જીના નિધન પર સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

 

ભારત સરકારે આ દુ:ખદ ઘટના પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.