કોરોના હજી ગયો નથી

523

ધીરે ધીરે કરી પૂરા દેશમાં ગામે ગામ કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે.

ત્યારે દેશમાં રોજ એક લાખ જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આજે પીએમ મોદીએ પણ કોરોનાથી સાવચેત રહેવા માટે લોકોને સંદેશો આપ્યો છે.

બિહારમાં પેટ્રોલિયમ યોજનાઓના લોકાર્પણની જાહેરાત કરતી વખતે આપણા પીએમ મોદીએ કોરોનાનો ઉલ્લેખ કર્યો હતો.

જેમાં તેમણે કહ્યુ હતુ કે, કોરોના આપણી વચ્ચે જ છે. જ્યાં સુધી તેની દવા શોધાય નહીં, ત્યાં સુધી તેને હળવાશથી લેવાની જરુર નથી.

તેમણે લોકોને સંદેશો આપ્યો હતો કે, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવુ જરુરી છે,

સાબુથી નિયમિત હાથ ધોવા જોઈએ. ગમે ત્યાં થુંકવુ જોઈએ નહી અને ચહેરા પર માસ્ક પહેરવો જરુરી છે.

આ તમામ બાબતોનુ પોતે પાલન કરો અને બીજાને પણ તેનુ પાલન કરવા માટે યાદ દેવડાવતા રહો.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

ભારત કોરોનાનુ એપી સેન્ટર બનવા જઈ રહ્યુ હોય તેવી સ્થિતિ છે.

હાલમાં ભારતમાં કોરોનાના 9.58 લાખ એક્ટિવ કેસ છે.જ્યારે 36 .24 લાખ લોકો સાજા થઈ ચુક્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં 77000 લોકો કોરોનાથી જીવ ગુમાવી ચુક્યા છે.