PM મોદી મન કી બાત

303

PM મોદી મન કી બાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ માં કોરોના સંકટ અને કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ મન કી બાતમાં કૃષિ કાયદા અંગે જણાવ્યું હતું કે આનાથી ખેડૂતો માટે નવી તક ઉભી થઇ છે. ખૂબ વિચાર-વિમર્શ પછી, ભારતીય સંસદે કૃષિ કાયદાઓને નક્કર આકાર આપ્યો છે. PM મોદીએ પોતાની સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ કાયદાઓનો બચાવ કર્યો હતો અને ફરી એકવાર તેના ફાયદાઓનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદી એવા સમયમાં આ વાત કરી હતી જ્યારે પંજાબ અન હરિયાણાના લાખો ખેડૂતો આ ત્રણેય કાયદાઓના વિરોધમાં દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે અને આ કાયદાઓને કાળો કાયદો ગણાવી રદ કરવા માગણી કરી રહ્યા છે.

ખેડૂતોના વિરોધ વચ્ચે PM મોદીએ મનકી બાતમાં કહ્યું કે આ સુધારાઓથી ન માત્ર ખેડૂતોના ઘણા બંધનોનો અંત થયો છે પરંતુ તેમને નવા અધિકારો, નવી તકો પણ મળી છે. PM મોદીએ કહ્યું કે કાયદામાં બીજી મોટી બાબત છે, આ કાયદામાં આ જોગવાઈ કરવામાં આવી છે કે વિસ્તારના ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટે ખેડૂતની ફરિયાદનું એક મહિનાની અંદર સમાધાન લાવવાનું રહેશે.

PMએ કહ્યું કે ખેડૂતોમાં જાગૃતિ લાવવાનું આવું જ એક કામ રાજસ્થાનના બરાન જિલ્લામાં રહેતા મોહમ્મદ અસલમ જી કરી રહ્યા છે. તેઓ ખેડૂત ઉત્પાદક સંઘના CEO પણ છે. આશા છે કે, મોટી મોટી કંપનીઓના CEOને એ સાંભળીને ગમશે કે હવે દેશના દૂર-દૂરના વિસ્તારોમાં કાર્યરત ખેડૂત સંગઠનો પણ CEO બનવા માંડ્યા છે.

PM મોદીએ કહ્યું કે સાથીઓ, જાગૃતિ છે તો ત્યાં જીવંતતા છે. વીરેન્દ્ર યાદવ પણ એક એવા કૃષિ ઉદ્યમી છે જેમણે તેમની જાગૃતિથી હજારો લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. હું યુવાનોને ખાસ કરીને કૃષિનો અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તેઓ આજુબાજુના ગામોમાં જઇને, આધુનિક કૃષિના વિષયમાં તાજેતરના કૃષિ સુધારાઓથી ખેડૂતોને જાગૃત કરે.