રાજય સરકારની નવી પેન્શન નીતિને હાઈકોર્ટમાં પડકારવામાં આવી

294

રાજય સરકારની નવી પેન્શન નીતિને હાઈકોર્ટમાં પડકારવામાં આવી

રાજય સરકારની નવી પેન્શન નીતિને હાઈકોર્ટમાં પડકારવામાં આવી, કોર્ટે રાજ્ય સરકારને નોટીસ ફટકાર.

2006ની નવી પેન્શન નીતિ યોગ્ય ન હોવાથી 2004ની પેન્શન નીતિ પ્રમાણે પેન્શનની અરજદારની માંગ..

ગુજરાતમાં એલઆરડીમાં પાંચ વર્ષ પૂર્ણ કરીને પોલીસ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન લેનાર જવાનોએ રાજ્ય સરકારની નવી પેન્શન નીતિને હાઈકોર્ટમાં પડકારી છે.

એલઆરડીના જવાનોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે રાજ્ય સરકારની નવી પેન્શન નીતિને કારણે 3 હજાર ઉમેદવારોને મોટું આર્થિક નુકસાન થાય એમ છે.

ત્યારે હાઈકોર્ટે અરજદારની અરજી પર સુનાવણી હાથ ધરીને રાજ્ય સરકારને નોટીસ ફટકારીને કોર્ટમાં જવાબ રજુ કરવા આદેશ કર્યો છે.

હાઈકોર્ટે સરકારને જવાબ રજુ કરવા આદેશ કર્યો

એલઆરડીમાં પાંચ વર્ષ પૂર્ણ કરીને પોલીસ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન લેનાર જવાનોએ હાઈકોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે રાજ્ય સરકારની 2006ની પેન્શન નીતિથી એલઆરડીમાંથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મેળવનારા 3 હજાર ઉમેદવારોને મોટું નુકસાન થશે.

જેથી સરકાર 2004ની પેન્શન નીતિથી પ્રમોશન મેળવનારા ઉમેદવારોને પેન્શન મળે તેવી માંગ કરવામાં આવી છે. અરજદારની અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે રાજય સરકારને નોટીસ પાઠવીને જવાબ રજુ કરવા આદેશ કર્યો છે