પીએમ મોદીએ કહ્યું કે વન નેશન, વન ઇલેકશન આજે ભારતની જરૂરિયાત છે

314

પીએમ મોદીએ કહ્યું કે વન નેશન, વન ઇલેકશન આજે ભારતની જરૂરિયાત છે.

દેશમાં દરેક મહિનામાં કયાંક ને કયાંક ચૂંટણીઓ થતી રહે છે, એવામાં તેના પર મંથન શરૂ થવું જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે હવે આપણે સંપૂર્ણપણે ડિજિટલકરણની તરફ આગળ વધી રહ્યા છીએ અને કાગળનો ઉપયોગ બંધ કરવો જોઇએ. આઝાદીના 75 વર્ષને જોતા આપણે ખુદ ટાર્ગેટ નક્કી કરવો જોઇએ

પીએમ મોદીએ કહ્યું કે સંવિધાનની રક્ષામાં ન્યાયપાલિકાન ખૂબ મોટી ભૂમિકા છે. પીએમ બોલ્યા કે 70ના દાયકામાં તેને ભંગ કરવાની કોશિષ કરાઇ. પરંતુ સંવિધાને જ તેનો જવાબ આપ્યો. ઇમરજન્સીના સમય બાદ સિસ્ટમ મજબૂત થતી ગઇ તેમાંથી આપણને ઘણું બધું શીખવા મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દરેક નાગરિકે સંવિધાનને સમજવું જોઇએ અને તેના હિસાબથી ચાલવું જોઇએ. લોકોને KYC એટલે કે Know your Constitution પર બળ આપવું જોઇએ. વિધાનસભાની ચર્ચાઓ દરમ્યાન જનભાગીદારી કેવી રીતે વધી તેના પર વિચાર કરવો જઇએ. જ્યારે ગૃહમાં કોઇ ખાસ વિષય પર ચર્ચા થાય તો તેની સાથે જોડાયેલા લોકોને બોલાવા જોઇએ.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં દેશના લોકોએ સંવિધાન પર વિશ્વાસ હોવાના નાતે સમર્થન કર્યું છે. સંસદમાં આ વખતે નક્કી સમય કરતાં ઘણું વધુ કામ થયું છે. સાંસદોએ પોતાના પગારમાં ઘટાડો કર્યો છે. પીએમ બોલ્યા કે કોરોના કાળમાં પણ દેશ એ ચૂંટણી કરી. નિયમો અનુસાર સરકાર પર બની ગઇ જે સંવિધાનની જ તાકાત છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશ સંવિધાન દિવસ મનાવી રહ્યું છે અને લોકતંત્રના પર્વના જશ્નમાં ડૂબ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે દરેક લોકોને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખતા કામ કરવું જોઇએ. જો આવા મુદ્દા પર રાજનીતિ થાય છે તો તેનું નુકસાન ઉઠાવું પડે છે