નવા સંસદ ભવનમ 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે

276

નવા સંસદ ભવનમ 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે

નવા સંસદ ભવનમાં દરેક આધુનિક સેવાઓ રાખવામાં આવશે. આ ભવન 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. સર્વધર્મ પ્રાર્થના અંતર્ગત સંસદ ભવનનો શિલાન્યાસ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં ઉદ્યોગપચિ રતન ટાટા, અમિત શાહ, રાજનાથ સિંહ અને અન્ય ઘણાં કેન્દ્રીય મંત્રીઓ કાર્યક્રમ સ્થળ પર હાજર છે.

આ દરમિયાન સર્વધર્મ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. તેમાં હિન્દુ, સિખ, ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મના ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. તેમણે પ્રાર્થના કરી હતી.

નવા ભવનમાં લોકસભા સાંસદો માટે અંદાજે 888 અને રાજ્યસભા સાંસદો માટે 326થી વધારે સીટ રાખવામાં આવશે. પાર્લમેન્ટરી હોલમાં કુલ 1224 સભ્યો એકસાથે બેસી શકશે.

નવા સંસદભવનને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વિશે સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજીઓ વિશે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું

હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કન્સ્ટ્રક્શન, તોડફોડ અથવા ઝાડ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ, જ્યાં સુધી પેન્ડિંગ અરજીઓ પર છેલ્લો નિર્ણય ન સંભળાવવામાં આવે.