વધુ 43 ચીની એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ

292

વધુ 43 ચીની એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ

ચીન સાથે સરહદે તંગદિલીને પગલે ભારત સરકારે સોમવારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી હતી. કેન્દ્રની મોદી સરકારે 43 એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેમાં મોટી એપ્લિકેશનનો નામ છે. આ અગાઉ પણ ભારતમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવનાર ટિકટોક એપ સહિત યુસી બ્રાઉઝર, કેમ સ્કેનર, શેર ઈટ, વિવા વીડિયો જેવી લોકપ્રિય એપ્લિકેશન્સ પણ બંધ કરી ચૂકી છે.

  • કુલ 220 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ
  • અલીબાબા, કેમકાર્ડ અને કાર્ડરીડરનો સમાવેશ
  • ચીન પર મોદી સરકારની ચોથી ડિજિટલ સ્ટ્રાઈક
  • 2 સપ્ટેમ્બરે બંધ કરી હતી 118 એપ્લિકેશનો
  • અલી સપ્લાયર, અલીબાબા વર્કબેંચ એપ પર પ્રતિબંધ

ભારત સરકારે ચીની અર્થતંત્રને વધુ એક ઝટકો આપતા વધુ 43 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર ભારતમાં પ્રતિબંધ લગાવ્યો છે. આઇટી એક્ટની કલમ 69A હેઠળ આ પ્રતિબંધ લગાવવામાં આવતો છે. ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા, સંરક્ષણ, સુરક્ષા અને જાહેર હુકમના પૂર્વગ્રહયુક્ત પ્રવૃત્તિઓમાં સંકળાયેલ એપ્લિકેશનોને લગતી ઇનપુટ્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ અગાઉ 28 જૂન 2020ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા 59 જેટલી ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન પર અને 2જી સપ્ટેમ્બરના રોજ વધુ 118 એપ્લિકેશન પર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (આઇટી એક્ટ)ની કલાક 69A હેઠળ પ્રતિબંધ લગાવ્યો હતો. નાગરિકોના હિતો માટે અને તમામ ક્ષેત્રોમાં ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને તેના માટે જે પગલાં લેવા પડે તે લેશે.