કથાકાર મોરારીબાપુએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો.

145

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાતની અનેક હસ્તીઓ વેક્સીન લઈ ચૂકી છે
ગુજરાતની દિગ્ગજ હસ્તીઓ હવે વેક્સીન લઈને લોકોને કોરોનાથી બચવાની અપીલ કરી રહ્યાં છે

સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે છે ત્યારે ભારતમાં જ શોધાયેલી વેક્સીન (corona vaccine) સમગ્ર વિશ્વમાં કોરોના સામે કારગત નીવડી છે.

દેશભરમાં વેક્સીનેશનનો બીજો તબક્કો હાલ ચાલુ છે. ત્યારે કથાકાર મોરારીબાપુ (morari bapu) એ પણ વેક્સીન લીધી છે.

સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં તેમણે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો અને તમામ લોકોને પણ આ કોરોના રસી લેવા અપીલ કરી હતી.