મોદી કેબિનેટનું મોટુ એલાન
PM WiFi ની સુવિધાથી લઈને આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને અપાઈ મંજૂરી
આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. જે બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ અને સંતોષ ગંગવારે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી.કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અનુસાર, સરકાર દેશમાં 1 કરોડ ડેટા સેન્ટર ખોલશે. આ યોજનાને પ્રધાનમંત્રી વાઇ-ફાઇ એક્સેસ ઇંટરફેસ નામે ઓળખવામાં આવશે, જેના દ્વારા દેશમાં વાઇ-ફાઇની ક્રાંતિ લાવવામાં આવશે.
PM WiFi ની સુવિધા માટે સરકાર પબ્લિક ડેટા ઑફિસ (PDO) ખોલશે, તેના માટે કોઇ લાયસન્સની જરૂર નહી પડે. કોઇપણ દુકાનને ડેટા ઑફિસમાં તબદીલ કરવામાં આવશે. સરકાર તરફથી ડેટા ઑફિસ, ડેટા એગ્રિરેટર, એપ સિસ્ટમ માટે 7 દિવસોમાં સેન્ટર ખોલવાની પરવાનગી આપવામાં આવશે. આ સાથે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે લક્ષદ્વીપના દ્વીપોમાં પણ ફાયબર કનોક્ટિવિટીને જોડવામાં આવશે. કોચ્ચીથી લક્ષદ્વીપના 11 દ્વીપોમાં 1000 દિવસમાં કનેક્ટિવિટી પહોંચાડવામાં આવશે.
આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને મંજૂરી
કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી કે દેશમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લાગુ કરવામાં આવશે, જે અંતર્ગત કુલ 2020-2023 સુધી 22 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. આ યોજના અંતર્ગત આશરે 58.5 લાખ કર્મચારીઓને ફાયદો મળશે. માર્ચ 2020થી આગામી વર્ષ સુધી જે લોકો નોકરી પર લાગી રહ્યાં છે, તેનુ EPF યોગદાન સરકાર તરફથી આપવામાં આવશે, જે કંપનીમાં 1000થી ઓછા ક્રમચારીઓ છે તેના 24 ટકા EPF યોગદાન સરકાર આપશે.