કેટલાક લોકો ખેડૂતોના ખભા પર રાખીને બંદૂક ચલાવી રહ્યા છે

255

કેટલાક લોકો ખેડૂતોના ખભા પર રાખીને બંદૂક ચલાવી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો-કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધન કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો ખેડૂતોના ખભા પર રાખીને બંદૂક ચલાવી રહ્યા છે.

કૃષિ સુધારણા પર જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. આજે ખેડૂતોનાં ખાતાંમાં કોઈ વચેટિયા વગર 1600 કરોડ જમા કરવામાં આવી રહ્યા છે. ટેક્નોલોજીનાને કારણે આ શક્ય બન્યું છે.

ભારતે આ જે આધુનિક સિસ્ટમ બનાવી છે એની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આજે અહીંના ઘણા ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં છે.

પહેલાં દરેકને એ મળતું ન હતું. અમારી સરકારે આ માટેના નિયમોમાં ફેરફાર કર્યા. હવે ખેડૂતોને ખેતી માટે જરૂરી મૂડી મળી રહી છે. ખેડૂતોને હવે લોન લેવાની મુક્તિ મળી છે.’નવા કૃષિ કાયદાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે’સમય આપણી રાહ જોતો નથી.

ઝડપથી બદલાતા માહોલમાં ભારતના ખેડૂતો સુવિધાઓના અભાવને કારણે પાછળ રહી શકે છે, આ યોગ્ય નથી. 25-30 વર્ષ પહેલાં જે કામ થવું જોઈતું હતું એ હવે થઈ રહ્યું છે.

છેલ્લાં 6 વર્ષમાં સરકારે ખેડૂતોને ધ્યાનમાં રાખીને અનેક પગલાં લીધાં છે. નવા કાયદાઓની ઘણી ચર્ચા થઈ રહી છે. આ કાયદાઓ રાતોરાત આવ્યા ન હતા. 20-22 વર્ષ સુધી દેશ અને રાજ્યોની સરકારો, ખેડૂત સંગઠનોએ તેની ચર્ચા કરી. કૃષિ અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો આ ક્ષેત્રમાં સુધારાની માગ કરતા આવ્યા છે.